દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસ : પોલીસે ડ્રગ્સની હેરફેર કરનારા વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા

|

Nov 13, 2021 | 8:10 AM

મહારાષ્ટ્રના શહેજાદની પૂછપરછમાં બે સપ્લાયર સલીમ કારા અને અલી કારાના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ આ બે વધુ શખ્સો સલીમ જશરાયા અને ઈરફાન જશરાયાની ધરપકડ થતા આ કેસમાં પોલીસે આત્યાર સુધીમાં કુલ 5 લોકોને ઝડપી પાડ્યા છે.

DEVBHUMI DWARKA : દેવભૂમિ દ્વારકામાંથી 315 કરોડના ડ્રગ્સ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ત્રણ શખ્સો હાલ રિમાન્ડ પર છે….તો બીજી તરફ પોલીસે પાકિસ્તાની માછીમારી બોટમાંથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મેળવી સલાયામાં ડ્રગ્સ લાવનારા બે શખ્સોની ધરપકડ કરી છે…પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે..આ ઉપરાંત બે કાર અને એક બોટ પણ જપ્ત કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે પહોંચાડવામાં આવ્યો હતો.

આરોપીઓએ ડ્રગ્સની હેરાફેરી માટે ખાસ માછીમારી બોટની ખરીદી કરી હોવાનો પણ ખુલાસો થયો છે.પોલીસનું કહેવું છે કે, ડ્રગ્સની હેરાફેરી માટે સલીમ કારા અને અલી કારા દ્વારા દ્વારકાના રૂપેણ બંદરથી ફારૂકી નામની બોટની ખરીદી કરી હતી..સલીમ જશરાયા અને ઈરફાન જશરાયા નામના બે શખ્સો 29 ઓકટોબરે આ બોટ લઈ ડ્રગ્સનો જથ્થો લેવા માટે રવાના થયા હતા.બંને શખ્સો પાકિસ્તાની બોટ સાથે સંપર્ક કર્યો હતો અને પાકિ્સ્તાની બોટ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી માછીમારી જાળ નીચે છુપાવી દીધો હતો.

દેવભૂમિદ્વારકાના સલાયામાંથી ડ્રગ્સ મળવાના કેસમાં આરોપી શહેજાદના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપી શહેજાદને પોલીસે ખંભાળિયાની કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આરોપીના 9 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. તો બીજી તરફ પોલીસની તપાસ દરમિયાન કુલ 63 કિલો 17 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. જેની કિંમત 310 કરોડ 9 લાખ 50 હજાર આંકવામાં આવી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રના શહેજાદની પૂછપરછમાં બે સપ્લાયર સલીમ કારા અને અલી કારાના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ આ બે વધુ શખ્સો સલીમ જશરાયા અને ઈરફાન જશરાયાની ધરપકડ થતા આ કેસમાં પોલીસે આત્યાર સુધીમાં કુલ 5 લોકોને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા CM ભુપેન્દ્ર પટેલનું નેતાઓને સૂચક નિવેદન, રીસાણા તો કાઈ હાથમાં નહી આવે

આ પણ વાંચો : 100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાય છે, AMCએ 8.5 કરોડના ખર્ચે નવા 250 વેન્ટિલેટર ખરીદ્યા

Next Video