VIDEO : ગોદરેજ ગાર્ડન સિટીમાં મહિલાના મોત મામલે નવો વળાંક, આત્મહત્યા કરી હોવાની પોલીસને પ્રબળ શક્યતા, FSL રિપોર્ટ કરશે ‘દુધનું દુધ પાણીનું પાણી’

પોલીસ દ્વારા મહિલાના પતિની પૂછપરછ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યુ કે મહિલાએ અગાઉ પણ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની બાદમાં સારવાર પણ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા પતિએ તેના સસરાને ઘરે બોલાવ્યા હતા અને પત્ની અવાર નવાર ઝઘડા કરતી હોવાની પણ ફરિયાદ કરી હતી.

VIDEO : ગોદરેજ ગાર્ડન સિટીમાં મહિલાના મોત મામલે નવો વળાંક, આત્મહત્યા કરી હોવાની પોલીસને પ્રબળ શક્યતા, FSL રિપોર્ટ કરશે દુધનું દુધ પાણીનું પાણી
Godrej Garden City suicide case
| Edited By: | Updated on: Jan 21, 2023 | 7:49 AM

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્નીનું મોત અને ઘરમાં આગની ઘટના સામે આવી છે. પોલીસે હત્યા અને આત્મ હત્યાની ગૂંથી ઉકેલવા વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી છે. જો કે મહિલાએ આત્મહત્યા કરી હોવાની પોલીસને પ્રબળ શક્યતા છે. પોલીસ દ્વારા મહિલાના પતિની પૂછપરછ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યુ કે મહિલાએ અગાઉ પણ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની બાદમાં સારવાર પણ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા પતિએ તેના સસરાને ઘરે બોલાવ્યા હતા અને પત્ની અવાર નવાર ઝઘડા કરતી હોવાની પણ ફરિયાદ કરી હતી. પત્ની ઘરમાં કેમેરા ગોઠવી પતિનું રેકોર્ડિંગ પણ કરતી હોવાનુ પણ સામે આવ્યુ છે.

પત્ની ઘરમાં કેમેરા ગોઠવી પતિનું રેકોર્ડિંગ પણ કરતી હોવાનુ પણ સામે

મૂળ આગ્રાના રહેવાસી અનિલ બધેલ અને તેના પત્ની અનિતા બધેલ 2017માં ગોદરેજ ગાર્ડન સીટી રહેવા આવ્યા હતા. અનિલ બધેલ જાપાનની ટેરો પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. અનિલ અને અનિતાને બે સંતાનો છે જેમાથી પુત્રી ધોરણ 6માં અભ્યાસ કરે છે જ્યારે પુત્ર ધોરણ 8 માં અભ્યાસ કરે છે.

પતિ અને પત્નીના સંબંધ ફરી લોહિયાળ બનતા ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકના પેનલ ડોક્ટર અને ફોરેન્સિકથી પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યુ છે.  આ હત્યા છે કે આત્મહત્યા તે રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે પતિ અનિલ અને પરિવાર તેમજ પડોશીઓના નિવેદન લઈને વધુ તપાસ શરૂ કરી છે.

(વીથ ઈનપૂટ- હરિન માત્રાવડિયા, અમદાવાદ)

Published On - 7:19 am, Sat, 21 January 23