Crime: પ્રેમિકાની મુલાકત સાબિત થઈ જીવલેણ, છોકરીના માતા-પિતાએ 18 વર્ષના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

|

Sep 14, 2021 | 7:13 PM

ગાંધીનગરના ચિલોડા તાલુકાના શાદરા ગામનો રહેવાસી 18 વર્ષીય યુવક અક્ષય ચૌહાણ જ્યારે તેની પ્રેમીકાને માધવગઢના ઠાકોરવાસમાં મળવા ગયો, ત્યારે તેની પ્રેમિકાના પરિવારના સભ્યોએ તેને માર માર્યો હતો.

Crime: પ્રેમિકાની મુલાકત સાબિત થઈ જીવલેણ, છોકરીના માતા-પિતાએ 18 વર્ષના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું
રચનાત્મક તસવીર

Follow us on

Crime: યુવા પ્રેમીઓ એકબીજાને મળવા માટે કોઈ પણ જોખમ ઉપાડવા માટે તૈયાર થઈ જાય છે. પ્રેમીઓનો દિવાનગી એટલી હદ સુધી હોય છે કે માત્ર એક મુલાકાત માટે થઈને તે કોઈ પણ પરિણામ ચૂકવવા તૈયાર હોય છે.

 

આવો જ એક કિસ્સો ગાંધીનગરના માધવગઢમાં સામે આવ્યો છે. જ્યાં એક 18 વર્ષના પ્રેમીએ પોતાની પ્રેમિકાની મુલાકાતના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. પ્રેમિકાને મળવા ગયેલા યુવકને યુવતીના માતા પિતા સહિત પરિવારે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

 

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

બનાવની વિગત જોતા ગાંધીનગરના ચિલોડા તાલુકાના શાદરા ગામનો રહેવાસી 18 વર્ષીય યુવક અક્ષય ચૌહાણ જ્યારે તેની પ્રેમીકાને માધવગઢના ઠાકોરવાસમાં મળવા ગયો, ત્યારે તેની પ્રેમિકાના પરિવારના સભ્યોએ તેને માર માર્યો હતો. જેમાં યુવતીના પિતા જગદીશ ઠાકોરે તેના પર હુમલો કર્યો હતો. હુમલાને લઈને પોતાને બચાવવા માટે અક્ષયે પણ સામે પ્રહાર કર્યો હતો, ત્યારબાદ યુવતીની માતા અને અન્ય સંબંધીઓએ પ્રેમી યુવકને ફટકારવાનું શરૂ કર્યું હતું.

 

યુવકે પોતાનો બચાવ કરવા માટે સામેના વ્યક્તિ પર પ્રહાર કરતાં મામલો એટલો વધી ગયો હતો કે પ્રેમી યુવક બેભાન થઈ ગયો ત્યાં સુધી યુવતીના પરિવારજનોએ તેને માર માર્યો હતો. ત્યારબાદ ઘાયલ સ્થાનિકોએ તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો અને પોલીસને પોતાના પર થયેલા હુમલા અંગે નિવેદન નોંધાવ્યું હતું. જ્યાં જગદીશ ઠાકોરે પણ પ્રેમી યુવક વિરુદ્ધ પોતાને માર મારવાની ફરિયાદ નોંધાવી હતી.

 

જ્યારે સારવાર દરમ્યાન સોમવારે પ્રેમી યુવક અક્ષય ચૌહાણે દમ તોડ્યો હતો અને મારા-મારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારબાદ યુવતીના માતા-પિતા વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી અને તપાસ આગળ વધારી હતી. આપને જણાવી દઈએ કે અગાઉ પણ યુવતીના પરિવાર દ્વારા અક્ષયને માર મારવામાં આવ્યો હતો. પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં અને ફરીવાર યુવતીને નહીં મળવાની ખાત્રી આપતા પોલીસ ફરિયાદ થઈ ન હતી.

 

આ પણ વાંચો: ઉડ્ડયન મંત્રાલયે ડ્રોન વેક્સિન ડિલીવરી માટે ICMR ને આપી મંજુરી, જાણો ક્યા રાજ્યોમાં પહોંચાડવામાં આવશે ડ્રોન દ્વારા વેક્સિન !

 

આ પણ વાંચો: BCCI એ ઇંગ્લેન્ડ સમક્ષ રાખી લાજવાબ ઓફર, માની લેવાશે તો માંચેસ્ટર ટેસ્ટનુ નુકશાન થઇ જશે ભરપાઇ

Next Article