દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસના પાંચ આરોપી જેલ હવાલે, 2 આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર

|

Nov 20, 2021 | 7:13 PM

દ્વારકાનાં રૂપેણ બંદરથી અલી કારાએ એક માસ પહેલાથી જ ખરીદેલ ફારૂકી બોટ મારફતે ડ્રગ્સ આવ્યું હતું. અને, બોટ મારફત ડ્રગ્સ લાવવા માટે કારા બંધુએ વધુ 2 આરોપી સલીમ અને ઈરફાન જસરાયાને હાયર કરી તેમને સમુદ્ર માર્ગે રૂપેણબંદરથી ફિશિંગનું ટોકન કઢાવવી સમુદ્ર માર્ગે જખૌ મોકલ્યા હતા.

દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી ઝડપાયેલા 315 કરોડના ડ્રગ્સ કેસમાં પકડાયેલા પાંચ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ પાંચેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા. કુલ સાત આરોપી છે. જેમાં ગઈકાલે વધુ 2 આરોપી ઝડપાયા છે. જેઓ 5 દિવસના રિમાન્ડ પર છે. આરોપી સિકંદર ઘોસી પાસેથી 17 કિગ્રા ડ્રગ્સ તથા તથા સલીમ કારા અને અલી કારાના ઘરેથી 45 કિગ્રા ડ્રગ્સ ઝડપાયું હતું. જેને પગલે પોલીસ હજુ અલગ અલગ દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.

નોંધનીય છેકે દ્વારકાનાં રૂપેણ બંદરથી અલી કારાએ એક માસ પહેલાથી જ ખરીદેલ ફારૂકી બોટ મારફતે ડ્રગ્સ આવ્યું હતું. અને, બોટ મારફત ડ્રગ્સ લાવવા માટે કારા બંધુએ વધુ 2 આરોપી સલીમ અને ઈરફાન જસરાયાને હાયર કરી તેમને સમુદ્ર માર્ગે રૂપેણબંદરથી ફિશિંગનું ટોકન કઢાવવી સમુદ્ર માર્ગે જખૌ મોકલ્યા હતા. પરંતુ ડિલિવરીમાં મોડું થતા સલીમ જસરાયા તથા ઈરફાન જસરાયાએ ત્યાંથી ટોકન મેળવી સમુદ્રમાં જઇ પાકિસ્તાની જળ સીમમાં જઈ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. અને તે બાદ ફારૂકી નામની બોટ મારફત ગુજરાતનાં સલાયા બંદરે 9 તારીખે આવ્યા હતા.

આ બોટ દ્વારા લાવવામાં આવેલો ડ્રગ્સનો તમામ જથ્થો અલી કારા અને સલીમ કારાને સોંપ્યો હતો. આમ હાલ 315 કરોડનાં ડ્રગ્સ મામલે નવાં 2 વધુ આરોપી ઝડપાતા અત્યાર સુધી કુલ 7 આરોપીઓ ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયા હતા.

આ પણ વાંચો : Devbhoomi Dwarka : સરકારની પ્રોત્સાહક યોજનાઓને લીધે ગુજરાત FDIમાં સમગ્ર દેશમાં નંબર વન છે : મુખ્યમંત્રી

આ પણ વાંચો : JAMNAGAR : ગ્રીન એનર્જી ક્ષેત્રમાં રિલાયન્સનો પ્રવેશ, ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરી

Published On - 7:12 pm, Sat, 20 November 21

Next Video