સુરત (Surat)માં એક ફાયર અધિકારી (Fire officer) ફાયર NOC રીન્યુ કરવા બાબતે લાંચ માગતા ઝડપાઈ ગયા છે. સુરત ACBએ ફાયર અધિકારીઓને રૂપિયા 30 હાજરની લાંચ (Bribery) લેતા ઝડપી લીધા છે. તેમની સાથે એક અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. જેના પરથી ફાયર NOC પ્રાપ્ત હોય તેવા સ્થળોની ફાયર સેફ્ટી અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
ફાયર સેફ્ટી અંગેની સાવચેતી જુદા જુદા એકમ દ્વારા લેવામાં આવે છે કે નહીં તેનું ધ્યાન રાખવાની જવાબદારી ફાયર બ્રિગેડના અધિકારીઓ ઉપર હોય છે. જો કે સુરતમાં ફાયર NOC આપવા માટે આ જ અધિકારી લાંચ લેતા હોવાનું સામે આવ્યુ છે. ફાયરબ્રિગેડના અધિકારી સુરતીઓની સલામતી સાથે ટૂંકા આર્થિક સ્વાર્થ ખાતર ચેડાં કરી રહ્યાનો કિસ્સો સામે આવ્યો છે.
સુરતમાં કોમર્શિયલ એકમો, હોસ્પિટલ્સ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો માટે ફાયર NOC મેળવવી ખૂબ જ જરુરી છે. આ તમામ સ્થળો પર આગ લાગવાની દુર્ઘટના ન બને એ માટે પાલિકા દ્વારા ફાયર એનઓસી લેવી ફરજીયાત બનાવાઈ છે. ફાયરના અધિકારીઓએ સલામતી ઉપકરણોની તપાસ ખાતરી કર્યા બાદ ફાયર એનઓસી આપવાની હોય છે.
જો કે આ તમામ એકમો દ્વારા ફાયર NOC લેવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. જો કે એક વ્યક્તિ આ રીતે ફાયર NOC રીન્યુ કરવા માટે જ્યારે ફાયર અધિકારી પાસે જાય છે. ત્યારે તેની પાસે ફાયર અધિકારી દ્વારા રૂપિયા 30 હજારની લાંચ માગે છે. આ કિસ્સામાં સુરત એસીબીએ એક ટ્રેપ કરીને લાંચિયા અધિકારીને ઝડપી લીધો છે. બેચર કરમણભાઈ સોલંકી , ફાયર ઓફિસર વર્ગ -3 , મોટા વરાછા અને સચિન અરજણભાઈ ગોહિલ (ખાનગી વ્યક્તિ)ને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડી બંનેની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના મોટા વરાછામાં તુલસી આર્કેડમાં ખોડલ ચા એન્ડ કોફી શોપના દુકાનદાર ફાયર એનઓસી રિન્યુ કરાવવા જાય છે. ત્યારે તેમની પાસે લાંચ માગવામાં આવે છે. ફરિયાદીએ કોમર્શિયલ શોપીંગ સેન્ટરની ફાયર સેફટી NOC રીન્યુ કરાવવા માટે સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ સેફટી વિભાગમાં અરજી કરી હતી. જે બાદ ફાયર વિભાગના ક્લાસ -3 કર્મચારી બેચર સોલંકીએ ફરીયાદીને બોલાવીને તેને NOC મેળવવી હોય તો 30 હજાર રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યુ હતું. તેમજ ફરીયાદીને પોતાના વિશ્વાસુ સચિનને પૈસા આપવા કહ્યું હતુ.
હાલમાં સુરત ACB દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે ફાયર વિભાગ દ્વારા જે પણ અત્યાર સુધીમાં NOC આપવામાં આવી છે તે યોગ્ય છે કે નહીં અને તેમાં કોઈ લાંચ લેવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે.
આ પણ વાંચો- અમેરિકા-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા ચાર લોકો ગુજરાતના રહેવાસી, ઠંડીના કારણે થયા મોત
આ પણ વાંચો- ધંધુકામાં યુવકની હત્યાનો મુદ્દો ગરમાયો, ગુહ રાજ્ય પ્રધાન ધંધુકાની મુલાકાત લેશે
Published On - 1:37 pm, Fri, 28 January 22