લો બોલો પાડાની ચોરીનો કેસ પહોંચ્યો DNA ચેકઅપ સુધી, ખેડૂતે SP ને પત્ર લખી કરી માંગ

|

Mar 10, 2021 | 2:10 PM

ઉત્તરપ્રદેશ તેના વિવાદિત અને વિચિત્ર કિસ્સાઓ માટે જાણીતું છે તે સૌને ખબર છે. પરંતુ આ વખતે પાડાની ચોરીનો કેસ ત્યાં સુધી પહોંચી ગયો કે DNA તપાસની માંગ ઉઠી.

લો બોલો પાડાની ચોરીનો કેસ પહોંચ્યો DNA ચેકઅપ સુધી, ખેડૂતે SP ને પત્ર લખી કરી માંગ
આ પાડો કોનો?

Follow us on

ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લામાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની ભેંસ ચોરી બાદ હવે શામલીમાં પાળાની ચોરીનો મામલો સામે આવ્યો છે. વાત એમ છે કે પાડો મળી તો ગયો છે પરંતુ કોની માલિકી છે એ વાતનો વિવાદ વધ્યો છે. ખેડૂતનો દાવો છે કે ચોરી થયેલો તેનો પાડો સહારનપુરના એક ઘરમાં બાંધ્યો છે. મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતે પોતાને માલિક સાબિત કરવા માટે પાડાના ડી.એન.એ પરીક્ષણની માંગ કરી છે.

ખેડૂત કહે છે કે પાડાની માતા (ભેંસ) જીવતી છે. અને તે તેની પાસે છે. બંનેના ડીએનએ પરીક્ષણથી વાસ્તવિકતા છતી થશે. સત્ય જાણવા ખેડૂતે એસપીને પત્ર લખ્યો છે. જેમાં પાડાના ડીએનએ પરીક્ષણની માંગ કરી છે. આ કેસનો વીડિયો પણ વાયરલ થયો છે.

ઓગસ્ટ 2020 માં ચોરી થયો પાડો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પશ્ચિમ યુપીના શામલી જિલ્લાના ઝીંઝાના ગામ અહમદગઢમાં રહેવાસી ખેડૂત ચંદ્રપાલનો પાડો ગયા વર્ષે ઓગસ્ટ 2020 માં ચોરી થયો હતો. ત્યારે પોલીસે દસ દિવસમાં પાડો મળવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદથી પોલીસ કહ્યા મુજબ પાડો શોધી શકી નહીં. પરંતુ હવે ખેડૂતે દાવો કર્યો છે કે તેનો પાડો સહારનપુર જિલ્લાના ગંગોહના બીનપુર ગામમાં ખેડૂતના ઘરે છે.

ખેડૂતે પાડાની માલિકીનો દાવો કર્યો

શામલી પોલીસ ચંદ્રપાલ સાથે સહારનપુરના બીનપુર ગામ પહોંચી હતી. ત્યાં પાડો બાંધેલો મળી આવ્યો, ત્યાંના ખેડૂતે પોલીસને પોતાનું નામ સત્યવીર હોવાનું જણાવ્યું. અને એણે પણ દાવો કર્યો કે આ પાડો તેનો છે. પાડો કોનો આ બાબતે વિવાદ થવા લાગ્યો. બીનપુરના વડા અને કેટલાક ગામલોકોએ સત્યવીરની તરફેણમાં દલીલ કરી, અને શામલી પોલીસ અને ચંદ્રપાલને પાછા ફરવાની ફરજ પડી.

ડી.એન.એ. પરીક્ષણ દ્વારા સત્ય શોધવાની માંગ

હવે ખેડૂત ચંદ્રપાલે પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે કે “ભેંસની માતા (ભેંસ) હજી પણ તેના ઘરે છે. તેથી સત્ય શોધવા માટે પાડા અને તેની માતાનું ડીએનએ પરીક્ષણ કરવું જોઈએ.” સોમવારે સાંજે કેસનો એક વીડિયો વાયરલ થયો હતો. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ખેડૂતને મંગળવારે બોલાવવામાં આવ્યો છે.

Next Article