ધંધુકા : કિશન ભરવાડ હત્યા કેસનું એટીએસની ટીમે બે મુખ્ય આરોપીઓને સાથે રાખી રિ-કન્સ્ટ્રક્શન કર્યુ

|

Feb 04, 2022 | 5:15 PM

હત્યારા આરોપીઓની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું હતું કે બંને આરોપીઓએ ઘટનાના દિવસે પહેલા કિશન ભરવાડ જે ચાની કીટલી પાસે ચા પીને ગામમાં જવા નીકળ્યો ત્યાંજ રેકી કરતા કરતા શબ્બીર અને ઈમ્તિયાઝ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા.

ધંધુકા : કિશન ભરવાડ હત્યા કેસનું એટીએસની ટીમે બે મુખ્ય આરોપીઓને સાથે રાખી રિ-કન્સ્ટ્રક્શન કર્યુ
Dhandhuka: ATS team reconstitutes Kishan Bharwad murder case with two main accused

Follow us on

Dhandhuka: ગુજરાત ATSની ટીમે કિશન ભરવાડ હત્યા કેસની (Kishan Bharwad murder case) તપાસ સંભાળ્યા બાદ આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણને સાથે રાખી પંચનામું કર્યું. હત્યાના બનાવ પહેલા અને બાદમાં આરોપીઓને લોકલ સપોર્ટ કોનો મળ્યો ? જે ગુનામાં વપરાયેલ હથિયાર અને વાહન ક્યાં ફેંક્યું હતું તે બાબતે પણ તપાસ કરી ઘટનાનું રીકસ્ટ્રક્શન (Reconstruction)કર્યું હતું.

બહુ ચર્ચિત કિશન ભરવાડ હત્યા કેસમાં ATSએ તપાસ સંભાળ્યા બાદ આઠ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હત્યાનું કાવતરું ઘડનારા અને ફાયરિંગ કરી ફરાર થઈ જનાર આરોપીઓ પણ પોલીસ ગિરફતમાં આવી ચૂક્યા છે ત્યારે સાંયોગિક પુરાવા એકત્રિત કરવા એટીએસે ધંધુકાના અલગ-અલગ વિસ્તારમાં આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુ. આજે ગુજરાત ATSની ટીમે મુખ્ય 2 આરોપીઓને શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણને સાથે રાખીને ધંધુકામાં રિકન્સ્ટ્રક્શન કર્યુ. આ હત્યા કેસના બંને મુખ્ય આરોપીઓ શબ્બીર ઉર્ફે સાબા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણે કિશન ભરવાડની હત્યા કરી હતી. કિશનનો ક્યાંથી પીછો કરતા અને કેટલા અંતરે ગોળી મારી હતી. જેનું ઘટનાસ્થળે રિકસ્ટ્રક્શન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની મોડી સાંજે ફાયરિંગ કરી મોઢવાડ પાસે હત્યા કરવામાં આવી હતી.

હત્યારા આરોપીઓની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું હતું કે બંને આરોપીઓએ ઘટનાના દિવસે પહેલા કિશન ભરવાડ જે ચાની કીટલી પાસે ચા પીને ગામમાં જવા નીકળ્યો ત્યાંજ રેકી કરતા કરતા શબ્બીર અને ઈમ્તિયાઝ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ ધંધુકાના મોઢવાળા દરવાજા પાસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો અને શબ્બીરએ ફાયરિંગ કર્યું હતું. જોકે શબ્બીર ચોપડા આ ઘટનામાં કેટલા અંતરે બાઇક રાખી પોઇન્ટ બ્લેન્કથી હત્યા કરી. આ ઘટનામાં પંચનામું કરવા FSLની ટીમને સાથે રાખવામાં આવી જે ટીમે માપપટ્ટી દ્વારા ડિસ્ટસન્સ તપાસ્યુ. સાથે કંઈ રીતે અને કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેની પણ વિગત આરોપીઓને સાથે રાખીને મેળવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓએ હથિયાર ક્યાં સંતાડયા હતા ? અને બાઇક કયાં સંતાડયું હતું. તેની બાબતે આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

આગામી સમયમાં આ આરોપીઓ સાથે અન્ય ક્યાં આરોપીઓ સંડોવાયેલ છે ? પરંતુ મહત્વનો ખુલાસો થયો કે આરોપીઓએ હત્યા કર્યા બાદ બિનવારસી બાઇક મુક્યું હતું. ત્યાં જ એક વાડીમાં આશરો મેળવવા ગયા હતા. પરંતુ ખુલ્લા ખેતરમાં અન્ય મદદ ન મળતાં રાત્રી દરમિયાન મતીન મોદનને ફોન કરી કામ થઈ ગયું હોવાની વાત કરી હતી. બાદમાં આરોપી મતીને બીજી જગ્યાએ રોકાણની શબ્બીર અને ઈમ્તિયાઝની વ્યવસ્થા કરી હતી. હાલ તો તમામ પકડાયેલ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે ત્યારે કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબ જાવરાવાલાએ પણ અત્યાર સુધી કેટલા લોકોને કટ્ટરવાદી માનસિકતાથી નફરતનું ઝેર ફેલાવ્યું હતું તે અંગે વધુ તપાસ કરવા બન્ને મૌલાનાની પણ પૂછપરછ ગુજરાત ATS કરશે.

આ પણ વાંચો : ખુશખબર ! ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, સામાન્ય લોકોને મળશે રાહત

આ પણ વાંચો : Ahmedabad : કારચાલકોની નજર ચુકવી કિંમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, એક શખ્સ ઝડપાયો, એક ફરાર

Published On - 5:14 pm, Fri, 4 February 22

Next Article