Crime: એક માતાના પ્રેમ પ્રેકરણનો અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 21 વર્ષની છોકરીને તેની માતાના પ્રેમ સંબંધ વિશે ખબર પડી છે. આ છોકરીએ તેની માતાના પ્રેમીને પાઠ ભણાવવા માટે તેની માતાનું Whatsapp એકાઉન્ટને હેક કર્યું હતું. તેમાં તેને તેના અને તે વ્યક્તિ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોની અંગત તસવીરો મળી હતી.
આ છોકરીએ તેના બોયફ્રેન્ડને આ પ્રેમ પ્રકરણ વિશે જણાવ્યું. બંનેએ મળીને માતાના પ્રેમીને બ્લેકમેલ કરવાનું અને તેની પાસેથી પૈસા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું. માતાના પ્રેમી પાસેથી 15 લાખની રકમ માંગવામાં આવી હતી અન્યથા આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. પરંતુ પોલીસે આ માતાની બબલી અને તેના બંટીને બ્લેકમેલ કરવા બદલ પકડ્યા છે.
માતાના 42 વર્ષીય પ્રેમી, કે જેણે મામા તરીકે ઘરમાં પ્રવેશ લીધો હતો, તેમણે પુણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મકાન બાંધકામ સંબંધિત સામાન વેચવાના વ્યવસાયમાં છે. મે મહિનામાં તેની દુકાને બે અજાણ્યા લોકો આવ્યા હતા.
તેમણે પહેલા બાંધકામ સંબંધિત વસ્તુઓ વિશે વાત કરી, જે પછી અચાનક અપશબ્દો પર ઉતરી આવ્યા. તેઓ કહેવા લાગ્યા, ‘તમારે એક મહિલા સાથે સંબંધ છે. અમારી પાસે તેની સાથે સંબંધિત તસવીરો છે આ પછી, બંને તેમને કારમાં બેસાડીને અલંકાર પોલીસ ચોકી પર લઈ ગયા.
કારમાં માર માર્યો અને મોબાઈલ પણ છીનવી લીધો હતો. મોબાઇલમાં કેટલાક વીડિયો અને ફોટા હતા. આ ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું. આ પછી તેણે 15 લાખની ખંડણી માંગી. દર મહિને એક લાખ અને આઠ મહિનામાં તમામ નાણાં ચૂકવી દેવાની ધમકી આપી હતી.
બદનામી ટાળવા માટે, ફરિયાદીએ 2 લાખ 60 હજાર સુધીની રકમ ચૂકવી પણ દીધી. પરંતુ આનાથી વધારે ન હોવાના કારણે તેણે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. બ્લેકમેલરને પકડવા માટે પોલીસે છટકું ગોઠવ્યું હતું. તેણે ફરિયાદીને તેને પૈસા આપવાના બહાને દગડુ શેઠ ગણપતિ મંદિર પાસે બોલાવવાનું કહ્યું.
આયોજન મુજબ 29 વર્ષીય આરોપી મિથુન ગાયકવાડ પૈસા લેવા પહોચ્યો કે તરત જ પોલીસે તેને પૈસા લેતી વખતે રંગે હાથે પકડી લીધા. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો. પરંતુ પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે તેની ગર્લફ્રેન્ડ પણ આ કાવતરામાં સામેલ છે, જે ફરિયાદીની ગર્લફ્રેન્ડની પુત્રી છે. પોલીસે આ મામલે ફરીથી સંબંધિત યુવતીને પકડી હતી.
અહીં ફરિયાદીએ પહેલા પોતાની કાર વેચી, ખંડણીની રકમ ચૂકવવા માટે બુલેટ વેંચ્યું. પરંતુ જ્યારે તેને લાગ્યું કે તે વધુ આપી શકશે નહીં, ત્યારે તેણે પોલીસ પાસે જવાનું સારું માન્યું બીજી બાજુ, આરોપીએ ખંડણીની રકમ દ્વારા તેના પરનું દેવું ચૂકવ્યું. આરોપી નંબર બે એટલે કે સંબંધિત મહિલાની પુત્રીએ ખંડણીની રકમ સાથે ઘણાં કપડાં ખરીદ્યા. પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે.
આ પણ વાંચો: જોરદાર એડિટીંગ: જો Money Heist બોલિવૂડમાં બને તો? જુઓ કોણ કોના રોલ માટે છે ફીટ
આ પણ વાંચો: ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી