Crime: સગીર ભાઈ-બહેનની ક્રૂરતા પૂર્વક હત્યા બાદ આંખો કાઢી નાખવામાં આવી, પોલીસે એક સબંધીની કરી અટકાયત

|

Jan 28, 2022 | 9:10 PM

બાળકો ગુરુવાર સાંજથી ગુમ હતા. ત્યારબાદ બંને બાળકો મોડી સાંજ સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.

Crime: સગીર ભાઈ-બહેનની ક્રૂરતા પૂર્વક હત્યા બાદ આંખો કાઢી નાખવામાં આવી, પોલીસે એક સબંધીની કરી અટકાયત
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Crime: સગીર ભાઈ-બહેનની ક્રૂરતા પૂર્વક હત્યા (Minor siblings Murder) ની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક ખેતરમાંથી આંખે પાટા બાંધેલા બે સગીરના મૃતદેહ મળી આવ્યા છે. આ માહિતી પોલીસ (Jharkhand Police) દ્વારા આપવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના અમરાપરા પોલીસ સ્ટેશન વિસ્તારના અંબાડીહ ગામમાં ગુરુવારે રાત્રે બની હતી. પાકુરના એસપી હૃદીપ પી જનાર્ધને ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ગામના એક ખેતરમાંથી એક સગીર છોકરી અને એક છોકરાના મૃતદેહ (Dead Bodies) મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે બંનેની આંખો કાઢી લેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતક છોકરીની ઉંમર લગભગ 12 વર્ષ અને છોકરાની ઉંમર 10 વર્ષ છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને બાળકોના પિતાના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની પરસ્પર દુશ્મનાવટ સહિત તમામ એંગલથી તપાસ કરી રહી છે. એસપી હૃદીપ પી જનાર્ધને કહ્યું કે આ કેસમાં મૃતકના એક સંબંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બંને બાળકો ભાઈ-બહેન હોવાનું કહેવાય છે.

હત્યા બાદ કાઢી નાખી આંખો

બે બાળકોને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હત્યાથી પણ દિલ ન ભરાયું ત્યારે હત્યારાઓએ બંને બાળકોની આંખો કાઢી લીધી. મૃતક બંને ભાઈ-બહેન હોવાનું કહેવાય છે. બાળકોના પિતાના જણાવ્યા અનુસાર તેમના બાળકો ગુરુવાર સાંજથી ગુમ હતા. ત્યારબાદ બંને બાળકો મોડી સાંજ સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. શુક્રવારે સવારે ખેતરમાંથી બંને બાળકોના મૃતદેહ મળ્યાના સમાચાર મળતા જ પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. સમાચાર મળતા જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પરસ્પર અદાવતમાં બાળકોની હત્યા થયાની આશંકા

પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારાઓ એક બાળકની એક આંખ અને બીજા બાળકની બંને આંખ લઈ ગયા હતા. પ્રાથમિક તપાસ મુજબ બાળકોના પરિવારને પડોશમાં રહેતા ગોટિયા સાથે પરસ્પર વિવાદ ચાલી રહ્યો છે. આશંકા છે કે બાળકોની હત્યા પરસ્પર અદાવતના કારણે કરવામાં આવી છે. પોલીસ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. શંકાના આધારે આરોપી પાડોશીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: Vadodara: ઓરડી ગામે પરણિતા પર દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો: NCBએ સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ પેડલર પાડોશીની કરી ધરપકડ, 8 મહિનાથી હતો ફરાર

Next Article