Remdesivir Vaccine: આપત્તિમાં અવસર શોધવા નિકળેલો વોર્ડ બોય ઝડપાયો, રેમેડેસિવિરનાં નામે પાણી ભરીને વેચતો હતો

|

Apr 20, 2021 | 2:34 PM

Remdesivir Vaccine: દેશમાં કોરોનાનાં સંક્રમણ વચ્ચે રેમેડેસિવિર ઈન્જેક્શનની ખાસ્સી બોલબાલા અને કાળાબજારી ભરપૂર થઈ રહી છે. કર્ણાટકમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે કે જેમાં પોલીસે કાર્યવાહી કરી છે.

Remdesivir Vaccine: આપત્તિમાં અવસર શોધવા નિકળેલો વોર્ડ બોય ઝડપાયો, રેમેડેસિવિરનાં નામે પાણી ભરીને વેચતો હતો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Remdesivir Vaccine: દેશમાં કોરોનાનાં સંક્રમણ વચ્ચે રેમેડેસિવિર ઈન્જેક્શનની ખાસ્સી બોલબાલા અને કાળાબજારી ભરપૂર થઈ રહી છે. કર્ણાટકમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે કે જેમાં પોલીસે કાર્યવાહી કરી છે. કર્ણાટક પોલીસે મૈસુરમાં એક નર્સને રેમડેસિવિર ઈન્જેક્શનની શીશીમાં ખારૂ પાણી અને એન્ટીબાયોટીક્સ મેળવીને વેચવાનાં આરોપમાં ધરપકડ કરી લીધી છે.

કોરોનાનાં સતત વધતા કેસને લઈ જીવનરક્ષક દવાઓની માગ મોટા પ્રમાણમાં વધી છે. મૈસુર પોલીસને માહિતિ મળી હતી કે રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે તે પછી ટીમ એક્ટીવ થઈ અને તેમણે આ બેનંબરી ધંધાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને તપાસમાં ખબર પડી હતી કે આ રેકેટનો માસ્ટરમાઈન્ડ ગિરિશ નામનો વ્યક્તિ હતો અને તે પોતે મેલ નર્સ તરીકે કામ કરતો હતો. પોલીસ કમિશનરનાં જણાવ્યા પ્રમાણે તે વિવિધ કંપનીઓની બોટલોને રીસાઈકલ કરીને રેમેડેસિવિરની બોટલમાં એન્ટીબાયોટીક્સ અને સલાઈન ભરી આપતો હતો. વર્ષ 2020થી આ ધંધો તે કરી રહ્યો હતો. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે તેણે વધુ જથ્થો કઈ જગ્યા પર ભેગો કરી રાખ્યો છે.

ગિરિશે ખુલાસો કર્યો છે કે તે પોતાના સાથીદારો સાથે પાછલા વર્શથી આ કરી રહ્યો છે. તેના સાથીદારોને પણ પોલીસે હિરાસતમાં લઈ લીધા છે. ગિરિશ જેએસએસ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ કરીકે કામ કરી રહ્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Next Article