ડીંગુચા બાદ કલોલમાં પણ અમેરિકા જવાની હોડમાં વિવાદ, એજન્ટોએ ઘરમાં ઘૂસીને પૈસા માટે ફાયરિંગ કર્યું

| Edited By: | Updated on: Feb 05, 2022 | 12:17 PM

કલોલના મારુતિ બંગલોમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી, અમેરિકા પહોંચ્યા બાદ પૈસા ચૂકવવાની વાત થઈ હતી પણ યુવાન દિલ્હી પહોંચતાં જ એજન્ટોએ પેસાની ઉધરાણી કરતાં તકરાર થઈ, જેમાં એજન્ટોએ ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું

કલોલ (Kalol) ના મારુતિ બંગલોમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. અમેરિકા (US) પહોંચ્યા બાદ પૈસા ચૂકવવાની વાત થઈ હતી પણ યુવાન દિલ્હી પહોંચતાં જ એજન્ટોએ પેસાની ઉધરાણી કરતાં તકરાર થઈ, જેમાં એજન્ટોએ ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું.

ડીંગુચા (Dingucha) બાદ કલોલમાં પણ અમેરિકા જવાની હોડમાં વિવાદ ઊભો થયો છે. 20 વર્ષના કલોલના યુવાનને અમેરિકા મોકલવા બાબતે એજન્ટ સાથે તકરાર થઈ હતી. અમેરિકા પહોંચ્યા બાદ પૈસાની ચુકવણી કરવાની વાત થઈ હતી પણ યુવક દિલ્હી પહોંચતા જ એજન્ટોએ પૈસાની માંગણી કરી હતી. ફરિયાદી પક્ષે પૈસા આપવાનો ઇનકાર કરતાં ઉશ્કેરાઈ જઇ 4 એજન્ટોએ ઘરમાં ઘુસી ફાયરિંગ (Firing) કર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

કલોલના મારૂતિ બંગલામા રહેતા વિષ્ણુ પટેલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પોતાના પરિવારના બે સભ્યોને અમેરિકા મોકલવાનુ કામ બ્રહ્મભટ્ટ દેવલ નામના એક એજન્ટને સોંપ્યુ હતું. એજન્ટને 1 કરોડ 10લાખ ચૂકવવાનું નક્કી થયુ હતું. પરંતુ યુવાન એજન્ટ દ્વારા રૂપિયાની માંગણી કરાઈ હતી. એજન્ટે દિલ્હીથી ફોન કરીને પોતાના માણસને વિષ્ણુ પટેલના ઘરે મોકલ્યો હતો અને રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ શરત મુજબ નક્કી થયુ હતું કે, અમેરિકા પહોંચ્યા બાદ જ રૂપિયા આપવામાં આવશે. ત્યારે એજન્ટ સાથે આ મમલે ઝઘડો થયો હતો.

એજન્ટે પોતાના ત્રણ માણસોને રૂપિયા લેવા વિષ્ણુભાઈના ઘરે મોકલ્યા હતા. ઘરમાં વિષ્ણુભાઈ, તેમના પત્ની, દીકરો અને દીકરી હાજર હતા. એજન્ટના માણસોએ તેમની પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ તેઓએ શરત મુજબ બાદમા રૂપિયા આપવાની વાત કરી હતી. એજન્ટના માણસે વિષ્ણુ પટેલના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતુ, પરંતુ તેઓ દૂર ખસી જતા મિસ ફાયરિંગ થયું હતું. આ ઘટના બાદ કલોલ પોલીસે ગુનો નોંધી એક આરોપી પકડી લીધો છે. જ્યારે કે, વિવિધ ટીમો બનાવી એજન્ટ સહિતના અન્ય આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Surat: રાંદેરમાં કૅરટેકરે માર મારતા 8 માસની બાળકી ઇજાગ્રસ્ત, બાળકીની હાલત અત્યંત નાજુક, જુઓ કૅરટેકરની કરતુતનો આ વીડિયો

આ પણ વાંચોઃ Vadodara: સાવલી કોર્ટે ગૌવંશના 5 આરોપીના જામીન નામંજૂર કર્યા, ખોટી રીતે દાખલો આપનાર સરપંચ સામે કાર્યવાહી થશે