કબૂતરબાજીની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ

|

Feb 17, 2022 | 10:58 PM

નવા નરોડામાં શિવ રેસિડેન્સીમાં રહેતા મિત પટેલ કે જે 12 પાસ છે. જેણે વિદેશ વર્ક પરમીટ પર જવા માટે તેની જ સોસાયટીમાં રહેતા રમેશ પટેલનો સંપર્ક કર્યો હતો. અને સમગ્ર ડીલ નક્કી થઈ હતી.

કબૂતરબાજીની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ
Complaint registered in Ahmedabad Crime Branch in case of going abroad fraud

Follow us on

વિદેશ જવાનું કહીને લઈ જઈ કોલકતામાં બંધક બનાવવના કેસમાં નવા નરોડાના મિત પટેલ (Meet Patel) પાસે 46 લાખ પડાવતા છૂટીને આવેલા ભોગ બનનારે અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ લોકો સામે છેતરપિંડીની (Fraud)ફરિયાદ નોંધાવી.

તાજેતરમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch)વિદેશ જવાની લાલચ આપી કેટલાક લોકોને લઈ જઈ કોલકતામાં બંધક બનાવીને રાખ્યા હતા. જે ઘટનામાં રાજ્ય પોલીસને જાણ થતાં પોલીસે કાર્યવાહી કરી એક શખ્સને ઝડપી 15 લોકોને બંધક માંથી મુક્ત કરાવ્યા હતા. અને ઝડપી પડેલા શખ્સ સામે કાર્યવાહી કરીને ફરાર અન્ય લોકોની શોધખોળ શરૂ કરી. જે ઘટનામાં નવા નરોડામાં રહેતા અને છૂટીને આવેલા એક ભોગ બનનારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેની અને તેના પરિવાર સાથે છેતરપિંડી થયાની ફરિયાદ કરી છે. જે ફરિયાદ આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો ?

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

નવા નરોડામાં શિવ રેસિડેન્સીમાં રહેતા મિત પટેલ કે જે 12 પાસ છે. જેણે વિદેશ વર્ક પરમીટ પર જવા માટે તેની જ સોસાયટીમાં રહેતા રમેશ પટેલનો સંપર્ક કર્યો હતો. અને સમગ્ર ડીલ નક્કી થઈ હતી. જોકે તેને ત્યારે ખ્યાલ ન હતો કે તેની સાથે આ પ્રકારની કોઈ ઘટના બનશે. રમેશ પટેલ સાથે સંપર્ક થયા બાદ અને સમગ્ર ડીલ થયા બાદ મિત પટેલ સુશીલ રોય અને કમલ સિંઘાનિયાના સંપર્કમાં આવ્યો. જેમાં રમેશ પટેલ સાથે ડીલ નક્કી થયા બાદ મિતને કોલકતા લઈ જવાયો. જ્યાં તેને બંધક બનાવી રાખ્યો હતો. જે ઘટનાની પોલીસને જાણ ન થાય માટે બંદૂકની અણીને મિતને તેના પરિવાર સાથે વાત કરાવવામાં આવતી હતી.

જેમાં બંધક બનાવનારાઓએ પરિવાર પાસે 46 લાખ નાણાં પણ ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે બંધક બનાવનાર ગેંગની વધુ ન ચાલી અને એક કપલની હિમતના કારણે ગુજરાત પોલીસને જાણ થતાં મામલો સામે આવ્યો અને ગુજરાત પોલીસની ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી એક શખ્સને ઝડપી 15 બંધકને છોડાવી લીધા. જેમાં એક મિત પટેલ હતો. જે મિત પરત આવતા તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેની સાથે બનેલી ઘટના અને છેતરપિંડી અંગે ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે ત્રણે શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી.

ઉલ્લેખનીય છે કે હાલ સુધી આ બંધક બનાવવાના કેસમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતી હતી. પણ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરશે. તો મિત પટેલને આશંકા છે કે તેઓને ગેરકાયદેસર રીતે કેનેડા ઘુસાડવાના હતા. જેથી તેમની ગેંગમાં વધુ લોકો સંડોવાયેલા હોઈ શકે છે. જોકે આ અંગે રમેશ પટેલ માહિતગાર છે કે નહીં તે કોઇ ફોડ ન પાડતા તેમની સામે પણ મિત પટેલે તપાસ થાય માટે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. ત્યારે સમગ્ર ઘટનામાં મુખ્ય સૂત્રધાર રમેશ પટેલ હતા કે અન્ય શખ્સો તે તપાસ બાદ જ સામે આવશે. જે દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરો દીધી છે.

આ પણ વાંચો : Ahmedabad : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ. 26 કરોડથી વધુના કયા કયા વિકાસ કામોને મંજૂરી મળી તે જાણો

આ પણ વાંચો : Ahmedabad : ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે યુઝર ચાર્જિસમાં વધારો નહીં કરાય

Next Article