છોટાઉદેપુર : ભલભલાના કાળજા કંપી જાય તેવી ઘટના, મહિલા અત્યાચારનો વીડિયો વાયરલ

|

Jan 07, 2022 | 1:11 PM

ભલે આજનો સમય આધુનિક બની ગયો હોય, પરંતુ આજે પણ સમાજમાં એવા-એવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છેકે જેને લઇને અનેક સવાલો ઉદભવી રહ્યાં છે. આ વીડિયોમાં યુવતીને ઝાડ સાથે બાંધીને પછી ફટકારવામાં આવી રહી છે.

છોટાઉદેપુર : ભલભલાના કાળજા કંપી જાય તેવી ઘટના, મહિલા અત્યાચારનો વીડિયો વાયરલ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

છોટાઉદેપુરમાં (Chhotaudepur) જાહેરમાં (women) મહિલા પર અત્યાચાર (Atrocities)ગુજારવાની વધુ એક ઘટના સામે આવી છે. મહિલાને નિર્દયતાપૂર્વક માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો જિલ્લાના સરહદી વિસ્તારનો હોવાનું અનુમાન છે. (Viral Video) વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ મહિલાને લાકડીના ખાંભા સાથે બાંધીને બેરહેમીપૂર્વક માર મારી રહ્યો છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો કોઈની પણ કંપારી છૂટી જાય તેવા છે.વાયરલ વીડિયોના આ દ્રશ્યો જ કહી આપે છે કે છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓ સુરક્ષિત નથી. ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આખરે જિલ્લામાં મહિલાઓ પર અત્યાચાર થતા ક્યારે અટકશે? પોલીસ કેમ કોઈ દાખલો નથી બેસાડતી? મહિલાને ઢોરમાર મારતા તત્વો સામે કેમ કડક કાર્યવાહી નથી થતી? મહિલાઓ ક્યાં સુધી જૂનવાણી વિચારોનો ભોગ બનતી રહેશે?

ભલે આજનો સમય આધુનિક બની ગયો હોય, પરંતુ આજે પણ સમાજમાં એવા-એવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છેકે જેને લઇને અનેક સવાલો ઉદભવી રહ્યાં છે. આ વીડિયોમાં યુવતીને ઝાડ (લાકડાનો થાંભલો) સાથે બાંધીને પછી ફટકારવામાં આવી રહી છે. અને, આસપાસ કેટલાક લોકો આ દ્રશ્યો મુકપ્રેક્ષકની જેમ જોઇ રહ્યા છે. મહિલા ફટકાના મારથી કણસતી રહે છે. પરંતુ તેની મદદ કરવા કોઇ આગળ આવતું નથી. જુનવાણી વિચારસરણી ધરાવતા લોકોનો આ વીડિયો સમાજ માટે લાલબતી સમાન છે. અને તાલીબાની સજાનો આ વીડિયો હાલ ચર્ચાની એરણે છે. ત્યારે સવાલ એ થાય છેકે શું સમાજમાં આજે સ્ત્રીનું માન-સન્માન જળવાય છે ખરું ? આ વીડિયોએ માનવતાની દરેક હદો વટાવી દીધી છે. અને, આ નિષ્ઠુર લોકોને કડકમાં કડક સજા થાય તે પણ જરૂરી છે. ત્યારે આવા કિસ્સાઓમાં સમાજે પણ એક થઇ અવાજ ઉઠાવવાની જરૂર છે. નહીંતર આવા કિસ્સાઓ બનતા જ રહેશે.

હાલ તો આ વાયરલ વીડિયોને લઇને પોલીસે તપાસ આરંભી દીધી છે. અને, અત્યાચારીઓને કડક હાથે ડામી દેવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે આરોપી જલ્દી પોલીસની પકડમાં આવે તે જરૂરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો : Ahmedabad : કોરોના સંક્રમણને પગલે સોમવારથી હાઇકોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલશે

આ પણ વાંચો : GUJARAT : ત્રીજી લહેરમાં આગામી દોઢ-બે મહિનામાં કોરોનાનું જોખમ વધશે, નવા વેરિએન્ટના (Omicron) કોમ્યુનિટી સ્પ્રેડનો તબક્કો શરૂ

 

 

Published On - 1:07 pm, Fri, 7 January 22

Next Article