ગુજરાતમાં 114. 06 કરોડની બેંક છેતરપિંડી કેસમાં સીબીઆઇએ કેસ દાખલ કર્યો

નડિયાદની આ કંપની દ્વારા બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક પાસેથી 2010થી 2015 દરમિયાન લોન અને ક્રેડિટ એમાઉન્ટ મેળવવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 7:19 AM

ગુજરાતના(Gujarat)ખેડામાં 114.06 ખેડા કરોડની બેંક સાથે છેતરપિંડી(Bank Fraud)મામલે સીબીઆઇએ(CBI)કેસ દાખલ કર્યો છે. જેમાં નડિયાદની (Nadiad)કંપની તથા તેના માલિક અને ડિરેરક્ટર્સ વિરુદ્ધ એફઆઇઆર કરવામાં આવી છે. સીબીઆઇએ જલારામ રાઈસ ઇન્ડસ્ટ્રીઝના(Jalaram Rice Industries)  માલિક, ડાયરેકટર જયેશ ગણાત્રા અને બિપિન ગણાત્રા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

આ કંપની દ્વારા બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક પાસેથી 2010થી 2015 દરમિયાન લોન અને ક્રેડિટ એમાઉન્ટ મેળવવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં લોન લેવા તથા ક્રેડિટ લાભ લેવા કંપની દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

સીબીઆઇ દ્વારા એફઆઇઆર નોંધાતા સાથે જ સીબીઆઇએ અલગ અલગ ટીમો દ્વારા 6 સ્થળોએ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. જેમાં અમદાવાદ, નડિયાદ, બાવળા, સહિત છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઇએ જલારામ રાઈસ ઇન્ડસ્ટ્રીઝના મલિક ડાયરેકટર જયેશ ગણાત્રા અને બિપિન ગણાત્રાના નિવાસ ઓફિસ સહિતના સ્થળોએ દરોડા પાડયા છે.

આ પણ વાંચો : Surat : દોઢ વર્ષ પછી શારજાહની ફ્લાઇટ ઓપરેટ થશે, દિવાળીને કારણે એરફેર રૂ. 8 હજારથી વધીને રૂ.22 હજાર થયું

આ પણ વાંચો : VADODARA : MS યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ, કમિટી દ્વારા બીજા દિવસે પણ તપાસ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">