Ahmedabad: પરિવાર ગયો હતો દિવાળી વેકેશન પર, તસ્કરો સાફ કરી ગયા ઘર, CCTV માં કેદ થઈ સમગ્ર ઘટના

|

Nov 12, 2021 | 6:31 AM

Ahmedabad: શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. દિવાળીમાં વેકેશન પર ગયેલા પરિવારના ઘરમાં ચોર ત્રાટક્યા. અને ઘરમાંથી 13 લાખની વસ્તુઓ ચોરી ગયા હતા.

Ahmedabad: આખરે જેનો ડર હતો તે જ સ્થિતિનું અમદાવાદમાં (Ahmedabad Crime) નિર્માણ થયું. દિવાળી વેકેશનમાં ઘરફોડ ચોરીને (Robbery) અટકાવવા પોલીસના પ્રયાસો નિષ્ફળ રહ્યા. અને તહેવારમાં (Diwali) તસ્કરો તરખાટ મચાવતા ગયા. તો દિવાળી વેકેશનમાં જ ઘરફોડ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. આ ચોરી અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં થઇ છે. અહીંયા દિવાળી વેકેશનમાં (Diwali Vacation) રજા માણવા ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.

માણેકબાગ વિસ્તારમાં જ્યારે પરિવાર વેકેશન માણવા ગયો હતો ત્યારે ઘરમાં ચોરી થઇ હતી. ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ સહિત 13 લાખથી વધુની ચોરીને અંજામ આપવામાં આપ્યો.પરિવાર વેકેશન માણી પરત આવ્યો ત્યારે તેમને ચોરી અંગે જાણ થઇ. બાદમાં તેઓએ આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે તસ્કરોએ ઘરના સીસીટીવીમાં કેદ થયા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે તસ્કરો આરામથી ચોરીને કરીને ફરાર થઇ રહ્યા છે. હાલ એન.ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓનું પગેરૂ શોધવા વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 12 નવેમ્બર: કર્મચારીઓ સાથે ચાલી રહેલા કોઈપણ વિવાદનો આવશે અંત, પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે

આ પણ વાંચો: T20 World Cup 2021: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર નિશાને લેવાઇ, દુશ્મન પાકિસ્તાન માટે વગાડી રહી હતી તાળીઓ

Next Video