Vadodara : પીઆઇ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ મામલો, અમદાવાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
સ્વીટી પટેલ કેસ

Vadodara : પીઆઇ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ મામલો, અમદાવાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Jul 21, 2021 | 3:57 PM

વડોદરા ગ્રામ્યના પી.આઈ અજય દેસાઈ ( PI Ajay Desai) ની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સંયુક્ત રીતે સોંપવામાં આવી છે.

વડોદરા ગ્રામ્યના પી.આઈ. અજય દેસાઈ (PI Ajay Desai) ની પત્ની સ્વીટી પટેલ (Sweety Patel) ગુમ થયાના ચર્ચાસ્પદ કેસમાં 46માં દિવસે પણ સ્વીટી પટેલનો કોઈ જ પતો મળ્યો નથી. આટલા દિવસ થયા છતાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ ડીવાયએસપીને તપાસ આપી હતી. પરંતુ આમ છતાં કોઈ તપાસ આગળ ન વધતા કેસ ગૂંચવાઈ ગયો છે.

અત્યાર સુધી ડીવાયએસપી કલ્પેશ સોલંકી તપાસ કરી રહ્યા હતા. ગુજરાતના ગૃહ મંત્રી દ્વારા આ તપાસ અમદાવાદ એ.ટી.એસ. અને ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી હતી. જેને લઈને ACP ડી.પી. ચુડાસમા કરજણ ખાતે પહોચી પોલીસ પાસેથી કાગળ લઈ તપાસ માટેની તજવીજ હાથ ધરી હતી.

ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસ સોપાયા બાદ  19 જુલાઈએ PI અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર (Gandhinagar) સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ અગાઉ તેનો પોલિગ્રાફિક ટેસ્ટ અને SDS ટેસ્ટ થઈ ચૂક્યા છે.

Published on: Jul 21, 2021 03:57 PM