Bihar: બિહારના વૈશાલીમાં મોટી લૂંટ, બંદૂકધારી 5 બદમાશોએ બેંકમાંથી લૂંટ્યા 2 કરોડ રૂપિયા

|

Aug 01, 2023 | 2:19 PM

પોલીસને બેંક લૂંટની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બેંકનો ગેટ બંધ કરીને પૂછપરછ કરી રહી છે. આ સાથે બેંક અને તેની આસપાસ લગાવેલા CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Bihar: બિહારના વૈશાલીમાં મોટી લૂંટ, બંદૂકધારી 5 બદમાશોએ બેંકમાંથી લૂંટ્યા 2 કરોડ રૂપિયા
Bank Robbery

Follow us on

બિહારના (Bihar) વૈશાલીમાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. અહીં મંગળવારે જિલ્લાના લાલગંજમાં આવેલી એક્સિસ બેંકની (Axis Bank) શાખામાંથી લૂંટારાઓએ લગભગ 2 કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 11.30 વાગ્યે બે મોટરસાઈકલ પર સવાર 5 લૂંટારુઓ બેંકમાં આવ્યા અને બેંકને લૂંટીને ભાગી ગયા. બેંક લૂંટવા આવેલા તમામ લૂંટારુઓ હાફ પેન્ટ પહેર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

CCTV ફૂટેજની તપાસ કરવામાં આવશે

લૂંટની આ ઘટના લાલગંજના તીનપુલવા ચોક પાસે આવેલી એક્સિસ બેંકની શાખામાંથી બની હતી. પોલીસને બેંક લૂંટની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બેંકનો ગેટ બંધ કરીને પૂછપરછ કરી રહી છે. આ સાથે બેંક અને તેની આસપાસ લગાવેલા CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

2 કરોડની લૂંટ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

બેંકમાંથી કેટલા રૂપિયાની લૂંટ થઈ છે તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે લૂંટારુઓ લગભગ 2 કરોડ રૂપિયા લઈ ગયા છે. બેંક કર્મચારીઓએ હજુ સુધી લૂંટની રકમ અંગે માહિતી આપી નથી. મંગળવારે બેંક ખુલ્યાના થોડા સમય બાદ, 5 ગુનેગારોએ પહેલા બંદૂકની અણીએ કર્મચારીઓ પર હુમલો કર્યો અને પછી તેઓ સાથે લાવેલી બેગમાં પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ પણ વાંચો : Haryana Violence : નૂહમાં ફાટી નિકળેલી હિંસામાં 3ના મોત, 4 જિલ્લામાં 144 લાગુ, ગુરુગ્રામની શાળા-કોલેજ પણ બંધ

વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

લૂંટની ઘટના બાદ SDPO સહિત અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ગુનેગારોને પકડવા માટે શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે. આ સાથે પોલીસ બેંક કર્મચારીઓ અને ત્યાં હાજર ગ્રાહકો પાસેથી લૂંટારુઓ વિશે માહિતી લઈ રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article