હેકર્સે કરી અત્યાર સુધીની સૌથી મોટી ચોરી, 600 મિલિયન ડૉલરથી વધુની CryptoCurrency ગાયબ, રોકાણકારો રડતા થયા

પૉલી નેટવર્કે જણાવ્યુ કે, શરૂઆતની તપાસમાં મળી આવ્યુ છે કે, હેકર્સે 'કૉન્ટેક્ટ કૉલના વચ્ચે લીક'નો ફાયદો ઉઠાવ્યો છે. DeFi સ્પેસમાં આ રીતની હેકિંગ રોકાણકારો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

હેકર્સે કરી અત્યાર સુધીની સૌથી મોટી ચોરી, 600 મિલિયન ડૉલરથી વધુની CryptoCurrency ગાયબ, રોકાણકારો રડતા થયા
Biggest theft ever made by hackers
| Edited By: | Updated on: Aug 11, 2021 | 11:15 PM

બ્લોકચૈન-બેસ્ડ પ્લેટફોર્મ પોલી નેટવર્કને તોડીને હેકર્સે એથેરિયમ અને બીજી ક્રિપ્ટોકરન્સી (CryptoCurrency)માં 600 મિલિયન ડૉલરથી વધુની ચોરી કરી છે. કંપનીએ મંગળવારે એક ટ્વીટના માધ્યમથી આ વાતની પુષ્ટિ કરી છે. આ ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સ અથવા તો ડેફી સ્પેસમાં હમણાં સુધીનો સૌથી મોટો હેક છે. પૉલી નેટવર્ક એક એવુ પ્લેટફોર્મ છે, જે યૂઝર્સને ક્રિપ્ટો ટોકનનું આદાન પ્રદાન કરવાની અનુમતી આપે છે અને પુષ્ટી કરે છે કે હાલમાં થયેલી ક્રિપ્ટો ચોરીથી હજારો રોકાણકારો પ્રભાવિત થયા છે.

 

 

પૉલીએ મંગળવારની સવારે ટ્વીટ કર્યુ કે અમને આ વાત જાહેર કરતા દુ:ખ છે કે #PolyNetwork પર હુમલો કરવામાં આવ્યો છે. કંપનીએ પુષ્ટી કરી છે કે ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સના લાખો ડૉલર ચોરી થઈ ગયા છે. તેમણે એટેકર્સના એડ્રેસ પણ શેયર કર્યા છે. જેના પર ચોરી કરેલી રકમને ટ્રાન્સફર કરવામાં આવી છે. કંપનીએ હેકર્સને સંપત્તિ પાછી કરવા માટે કહ્યું છે. જ્યારે આમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 

 

એથેરિયમ પર સૌથી વધુ ચોરોની નજર

એથેરિયમને ચોરીના મામલામાં સૌથી વધુ પ્રભાવિત ક્રિપ્ટોકરન્સી માનવામાં આવે છે. હેકર્સે એથેરિયમ ટોકનમાં લીધેલી સંપત્તિમાં $ 273 મિલિયન, બિનેંસ સ્માર્ટ ચેન પર ટોકન $253 અને પૉલીગાન નેટવર્ક પર યૂએસ ડૉલર કોઈન ટોકનમાં $ 85 મિલિયનની ચોરી થઈ છે. હુમલાની થોડી જ મિનિટો બાદ ચોરી થયેલા રકમમાંથી લગભગ 33 મિલિયન ડૉલરને ફ્રીઝ કરી દેવામાં આવ્યા. એટલે કે આ ટોકનનો ઉપયોગ હેકર્સ નહીં કરી શકે.

 

 

હેકિંગના વધતા કિસ્સાઓને કારણે રોકાણકારો પરેશાન

પૉલી નેટવર્કે જણાવ્યુ કે શરૂઆતની તપાસમાં મળી આવ્યુ છે કે હેકર્સે ‘કૉન્ટેક્ટ કૉલના વચ્ચે લીક’નો ફાયદો ઉઠાવ્યો છે. DeFi સ્પેસમાં આ રીતની હેકિંગ રોકાણકારો માટે ચિંતાનો વિષય બની ગયો છે. આ વર્ષની શરૂઆતથી લઈને હમણાં સુધી ચોરીના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે.

 

 

આ પણ વાંચો – Afghanistan: તાલિબાનના વધતા હુમલા વચ્ચે રાષ્ટ્રપતિ અશરફ ગનીનો મોટો નિર્ણય, સેના પ્રમુખ બદલવામાં આવ્યા

 

આ પણ વાંચો – સુરતને મળી વધુ એક સિદ્ધિ, ગુજરાતનું પ્રથમ વોટર+ શહેર જાહેર થતાં સીએમ રૂપાણીએ આપ્યા અભિનંદન