ભરૂચ : ઊંચા વ્યાજ દરે નાંણાનું ધિરાણ કરતા વ્યાજખોરની ધરપકડ કરાઈ, 10% વ્યાજ વસુલવામાં આવતું હતું

|

Jun 28, 2024 | 2:10 PM

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી તરફથી ILLEGAL MONEY- LENDING ACTIVITIES વિરુધ્ધમાં સ્પેશીયલ ડ્રાઇવ યોજવા આદેશ કરાયા છે.

ભરૂચ : ઊંચા વ્યાજ દરે નાંણાનું ધિરાણ કરતા વ્યાજખોરની ધરપકડ કરાઈ, 10% વ્યાજ વસુલવામાં આવતું હતું

Follow us on

ભરૂચ : પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી તરફથી ILLEGAL MONEY- LENDING ACTIVITIES વિરુધ્ધમાં સ્પેશીયલ ડ્રાઇવ યોજવા આદેશ કરાયા છે. ગેરકાયદેસર ઊંચા વ્યાજદરે નાંણા-ધીરધાર અંગે વ્યાજ ખોરોના ત્રાસથી આત્મહત્યાના બનાવ અટકાવવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી વિશેષ કાર્યવાહીના આદેશ કરાયા છે.

ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. ખાતે નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયાએ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વ્યાજ ખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે ઝુંબેશ તથા જાગૃતી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સપેક્ટર SOG, બી ડીવી.પો.સ્ટે., સી ડીવી.પો.સ્ટે. તથા ભરૂચ રૂરલ પો.સ્ટે. નાઓએ હાજરી આપી હતી. આ આધારે વ્યાજખોરો વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરી અને જે કોઇ વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનેલ હોય તેવા લોકો સામે આવી વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ સામે ન્યાયની બાહેધરી અને આશ્વાસન આપવામાં આવ્યું હતું.

પોલીસ સાથે બેઠક બાદ માલતીબેન રાજેશભાઇ ધોરાવાલા ઉ.વ.૪૫ રહે.ધોળીકુઇ બજાર બરાનપુરા ખત્રીવાડ ભરૂચ નાઓએ આરોપી પ્રફુલભાઇ ઉર્ફે ગણેશ ફરસુભાઇ મુસાવાલા રહે.મ.નં.એ/૫૨૨ બરહાનપુરા ખત્રીવાડ ધોળીકુઇ બજાર ભરૂચ નાઓના વિરૂધ્ધમાં ફરીયાદ આપી હતી કે, તેઓએ 60 હજાર રૂપિયા વ્યાજે લીધેલ હોય જે રૂપિયાના માસીક 10% વ્યાજ ચુકવી જે પૈકી રૂપિયા 42000 ફરીયાદીએ આરોપીને ચુકવી દીધેલ તેમ છતાં બાકી નીકળતા નાંણા માટે બળજબરી પુર્વક માંગણી કરાઈ રહી હતી. આ સાથે ફરિયાદી પૈસા નહી આપે તો ટાંટીયા ભાગી નાખવાની તથા મારી નાખવાની વિગેરે ધમકીઓ આપવામાં આવી હતી.

રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ

પોતાની પાસે નાણા ધીરધારનો પરવાનો હોવા છતાં સરકારશ્રીએ નક્કી કરેલ વ્યાજ દર કરતા ઉંચુ વ્યાજ લેવામાં આવી રહ્યું હોવાની ફરીયાદ આધારે ભરૂચ શહેર “એ” ડીવી પો.સ્ટે. ગુ.ર.નં-૦૬૧૩/૨૦૨૪ IPC કલમ ૩૮૪,૫૦૪,૫૦૬(૨) તથા નાણા ધીરધાર અધિનીયન કલમ ૪૦, ૪૨(એ) (ડી)(ઇ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાના કામે પો.સબ.ઇન્સ. એસ.ટી.દેસાઇ દ્વારા તપાસ કરી પુરાવા આધારીત આરોપીની અટકાયત કરવામાં આવેલ છે.

ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયા સાથે પો.સ.ઇ. એસ.ટી.દેસાઇ તથા અ.હે.કો.ભાનુપ્રસાદ, કાનાભાઇ, પ્રગ્નેશભાઇ તથા પો.કો. સરફરાજ, મહિપાલસિંહ, તગ્દીરસિંહ, ધવલસિંહ અને મુકેશભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:05 pm, Fri, 28 June 24

Next Article