ભરૂચ : કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી અને સાંસદ મનસુખ વસાવા કાંકરિયા ગામ પહોંચ્યા, ધર્માંતરણનું ષડયંત્ર રચનારાઓ માટે કોઈ છટકબારી નહીં રહે : હર્ષ સંઘવી

|

Nov 18, 2021 | 2:43 PM

ભરૂચના આમોદમાં હિન્દુ પરિવારોના ધર્માંતરણ પ્રકરણમાં નવો ઘટસ્ફોટ થયો છે. કાંકરીયા ગામે 100 નહીં પણ 130 હિન્દુઓનું ધર્માંતરણ કરાયાની માહિતી સામે આવી છે. ધર્મપરિવર્તનના આ બનાવમાં પોલીસે 9માંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે.

ભરૂચઃ આમોદના કાંકરિયા ગામમાં ધર્માંતરણનો કેસ મામલે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી કાંકરિયા ગામ પહોંચ્યા હતા. એસ.પી સાથે કેબિનય પ્રધાન પૂર્ણેશ મોદી કાંકરિયા ગામ પહોંચ્યા છે. ભરૂચ ધર્માંતરણ કેસને લઈને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ છે કે, “ધર્માંતરણનું ષડયંત્ર રચનારાઓ માટે કોઈ છટકબારી નહીં રહે. ગરીબ લોકોને લાલચ અને દબાણના આધારે ધર્માતરણ કરાવતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.”

આ કેસ મામલે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે “આ ઘટનામાં સંડોવાયેલા કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે, ધર્માંતરણ ગેરકાયદે થયું છે જે ગુનાને પાત્ર છે, આ મામલાની ઊંડાણપૂર્વકની તપાસ થશે” તો સાંસદ મનસુખ વસાવા પણ કાંકરિયા ગામની મુલાકાતે પહોંચ્યા. મનસુખ વસાવા જણાવ્યું કે ” લોકોને પાછા વાળવા મેં પ્રયાસ કર્યા છે, ગરીબ પરિવારોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ધર્માંતરણ કરાયું છે. વિદેશી તાકાતો દેશને તોડવા કાવતરું રચી રહી છે, ધર્માંતરણનો કાયદો હજુ કડક બનાવવો જોઇએ”

ભરૂચના આમોદના કાંકરિયા ગામમાં ધર્માંતરણના કેસને લઈ કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી કાંકરિયા ગામ પહોંચ્યા. એસ.પી સાથે પ્રધાન પૂર્ણેશ મોદી કાંકરિયા ગામ પહોંચ્યા છે. અને સમગ્ર મામલાની તપાસ અને કાર્યવાહી અંગે સમિક્ષા કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ લાલચ અને દબાણને આધારે કેટલાક પરિવારોને અમુક લોકોએ ધર્માતરણ કરાવ્યુ હતુ. જેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે. અને હાલ આ મુદ્દે સમગ્ર રાજ્યમાં ચકચાર છે. ત્યારે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સમગ્ર મામલે સમિક્ષા કરવા પહોંચ્યા. તો બીજી તરફ ભરુચના સાંસદ મનસુખ વસાવાએ પણ ધર્માંતરણ મુદ્દે સંકળાયેલા આરોપી સામે કડક પગલા લેવા સરકારને માગ કરી છે.

કાંકરિયા ગામમાં ધર્માતરણ મુદ્દે નવો ખુલાસો

ભરૂચના આમોદમાં હિન્દુ પરિવારોના ધર્માંતરણ પ્રકરણમાં નવો ઘટસ્ફોટ થયો છે. કાંકરીયા ગામે 100 નહીં પણ 130 હિન્દુઓનું ધર્માંતરણ કરાયાની માહિતી સામે આવી છે. ધર્મપરિવર્તનના આ બનાવમાં પોલીસે 9માંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમના કોર્ટે ગઈકાલે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કાંકરિયા સિવાય અન્ય ગામોમાં પણ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યા છે કે કેમ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ સિવાય વિદેશથી ફંડ મેળવીને દેશવિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી કે કેમ? તેની પણ તપાસ થશે. પોલીસે ગઇકાલે ચાર આરોપીઓ અબ્દુલ અઝીઝ પટેલ, યુસુફ જીવણ પટેલ, ઐયુબ બરકત પટેલ અને ઇબ્રાહિમ પુના પટેલની ધરપકડ કરી હતી. આ ચારેય આરોપીઓ હિન્દુમાંથી ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા હતા. ધર્મ બદલ્યા બાદ તેઓ ખુદ આ પ્રવૃત્તિમાં જોડાયા હતા. મહત્વનું છે કે આમોદ પોલીસ મથકે ગરીબ હિન્દુઓને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ અને લગ્ન કરાવી આપવાની લાલચ આપીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે કેસમાં પોલીસની 3 ટીમ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : ઊંઝા નગરપાલિકાના મહિલા પ્રમુખે પોતાની પ્રસિદ્ધિ માટે પાલિકાને કરાવ્યું લાખોનું નુકસાન? લાગ્યા ગંભીર આરોપ

Published On - 2:32 pm, Thu, 18 November 21

Next Video