મસાલા ખરીદતા પહેલા સાવધાન ! રાજકોટમાં રાઇમાં ભેળસેળનું કૌંભાડ ઝડપાયું

આરોગ્ય વિભાગ દ્વારા જૂના માર્કેટીંગ યાર્ડમાં આવેલા આ ગોડાઉનને સીઝ કરી દેવામાં આવ્યું હતું અને રાઇના નમૂના લીધા હતા.આરોગ્ય વિભાગ દ્રારા રાયના નમૂના લઇને તેને લેબોલેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

મસાલા ખરીદતા પહેલા સાવધાન ! રાજકોટમાં રાઇમાં ભેળસેળનું કૌંભાડ ઝડપાયું
Be careful before buying spices! In Rajkot, a scam was caught in Rai
| Edited By: | Updated on: Apr 01, 2022 | 4:05 PM

હાલમાં રાજ્યમાં મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. લોકો વર્ષ આખાના રાઇ, જીરૂં અને મસાલાની(Spices) ખરીદી કરતા હોય છે. જોકે કેટલાક લેભાગુ તત્વો સસ્તા મસાલા આપવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે. રાજકોટના (Rajkot) જૂના માર્કેટીંગ યાર્ડમાં (Marketing Yard)આવેલી રાઘવ ઇન્ડસ્ટ્રીઝ (Raghav Industries)નામની પેઢીમાં રાઇમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું છે.અહીંના વેપારી દ્વારા હલકી ગુણવત્તાની રાઇ કે જેનો કલર ફિક્કો હોય છે તેને કેમિકલયુક્ત કલરમાં ભેળસેળ કરવાના કૌંભાડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ગોડાઉનમાં પ્રોસેસિંગ યુનિટ હતું

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જ્યારે તપાસ કરી ત્યારે ગોડાઉનમાં પ્રોસેસિંગ યુનિટ ઝડપાયું છે,જેમાં હલકી ગુણવત્તાની રાઇ કે જેનો કલર ફિક્કો હોય છે તેમાં કેમિકલયુક્ત કલર નાખીને તેને સૂકવવામાં આવતી હતી. જેથી તે વધુ કાળી લાગે. આ રાઇ મોંઘી મળતી કાળા કલરની રાય જેવી તૈયાર કરવામાં આવી હતી.મનપાના અધિકારીઓએ રાયના નમૂના લીધા ત્યારે પાણીમાં કલર છુટ્ટો પડતો જોવા મળ્યો હતો.

ચામડીના રોગ-કેન્સર સુધીની બિમારી થઇ શકે છે-ડો.રાઠોડ

આ અંગે આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે કહ્યું હતું કે કેમિકલયુક્ત રાય ખાવાને કારણે ચામડીના રોગ થઇ શકે છે આ ઉપરાંત પેટના રોગ પણ થઇ શકે છે.પેટમાં ચાંદા પડવા અને કેન્સર સુધીના રોગ થઇ શકે છે.આ વેપારી દ્વારા નાના વેપારીઓ અને લારીવાળાને ગ્રામ્ય વિસ્તારોમાં આ રાઇનું વેચાણ કરતા હતા.

રાયના નમૂના લીધા ગોડાઉન સીલ કરવામાં આવ્યું

આરોગ્ય વિભાગ દ્વારા જૂના માર્કેટીંગ યાર્ડમાં આવેલા આ ગોડાઉનને સીઝ કરી દેવામાં આવ્યું હતું અને રાઇના નમૂના લીધા હતા.આરોગ્ય વિભાગ દ્રારા રાયના નમૂના લઇને તેને લેબોલેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચો : Bhavnagar: મહિલા PSI કરી અન્ય એક PSI વિરુદ્ધ બળાત્કાર અને લૂંટની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસના ગુજરાત પ્રવાસે, આજે રાત્રે પહોંચશે અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ પૂર્વમાં બંને નેતાઓ કરશે રોડ શૉ

Published On - 4:01 pm, Fri, 1 April 22