Banaskantha: પાલનપુર પોલીસે નકલી નોટો સાથે ચાર આરોપીની ધરપકડ કરી

|

Feb 26, 2022 | 12:30 PM

પાલનપુરના મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ જણાવ્યું હતું કે નકલી નોટ કૌભાંડ પર પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નકલી નોટ છાપવાનું કૌભાંડ ક્યાં ચાલે છે. ગુજરાતમાં કેટલા જીલ્લાઓમાં તેમના સાથીદાર સક્રિય છે.

Banaskantha: પાલનપુર પોલીસે નકલી નોટો સાથે ચાર આરોપીની ધરપકડ કરી
Banaskantha: Palanpur police arrested four accused with fake notes

Follow us on

Banaskantha: પાલનપુરમાંથી (PALANPUR) પોલીસે રૂપિયા 45700 ની  470 નોટ ઝડપી પાડી છે. રૂ. 100 ની નકલી નોટ (Fake notes)સાથે ઉત્તર પ્રદેશના મેરઠથી ચાર આરોપીઓની પોલીસે (POLICE) ધરપકડ કરી છે. પોલીસે ચારે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભારતીય ચલણમાં નવી નોટો ઉપયોગમાં આવ્યા બાદ અસામાજિક તત્વો મોટાપાયે નકલી નોટો લોકોને પધરાવી રહ્યાં છે. આ મામલે પાલનપુર પોલીસને બાતમી મળતાં પોલીસે ચાર આરોપીઓને રૂપિયા 100 ના દરની 45700 રૂપિયાની નોટ ઝડપી પાડી છે. પોલીસે નકલી નોટો સાથે ઉત્તર પ્રદેશના 4 આરોપીઓની ધરપકડ કરી છે.

નકલી નોટનું કૌભાંડ ઝડપાયું, પોલીસે રૂપિયા 45700ની 470 નોટ ઝડપી પાડી

દેશમાં નકલી નોટો ફેરવવાનું કૌભાંડ, કેવી રીતે થયો પર્દાફાશ ?

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નકલી નોટના આ કૌભાંડની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના મેરઠથી આ સામાજિક તત્વો નકલી નોટો સાથે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. જે બાદ કોઈપણ નાની દુકાન કે શાકભાજીની લારી પર જઈ તેઓ દસ રૂપિયાની વસ્તુ ખરીદતા હતા. જ્યારે બાકીના નાણાં લઈ ત્યાંથી નીકળી જતાં હતાં.

પાલનપુરના મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ જણાવ્યું હતું કે નકલી નોટ કૌભાંડ પર પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નકલી નોટ છાપવાનું કૌભાંડ ક્યાં ચાલે છે. ગુજરાતમાં કેટલા જીલ્લાઓમાં તેમના સાથીદાર સક્રિય છે. ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાં આ નકલી નોટ છાપવામાં આવે છે. તેમજ સમગ્ર કૌભાંડ પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે.

આ તમામ મુદ્દા મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં નકલી નોટ પધરાવવાનું કૌભાંડ ગ્રામીણ વિસ્તારમાં મોટાપાયે ચાલી રહ્યું છે. ગામડાંની નાની દુકાનો પર વસ્તુઓ ખરીદવાના બહાને નકલી નોટ લોકોને પધરાવવામાં આવી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં આ નકલી નોટોના કૌભાંડમાં વધુ તથ્યો બહાર આવે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : Mehsana: 13 વર્ષીય શિવમ ઠાકોર નામના બાળકની પ્રામાણિકતા, 14 તોલા સોનાના દાગીના ભરેલી બેગ મૂળ માલિક સુધી પહોંચાડી

આ પણ વાંચો : Top 5 News: સોનુ સૂદે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસને કરી વિનંતી, અરશદ વારસી રશિયા-યુક્રેન કટોકટીની પોસ્ટ પર થયા ટ્રોલ

Published On - 12:26 pm, Sat, 26 February 22

Next Article