પ્રયાગરાજના પૂર્વ સાંસદ અને ખૂંખાર માફિયા અતિક અહેમદ અને માફિયા ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા તેના ભાઈ અશરફની શનિવારે મોડી રાત્રે પ્રયાગરાજની મોતીલાલ નેહરુ મેડિકલ કોલેજની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ અજાણ્યા હુમલાખોરોએ અતિક અહેમદ અને તેના ભાઈ અશરફને ગોળી મારી હતી જ્યારે પ્રયાગરાજ પોલીસ તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી. પ્રયાગરાજ પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, અહેમદના પુત્ર અસદ અને તેના સહયોગી ગુલામને બે દિવસ પહેલા જ ગુરુવારે ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
આ પણ વાંચો : Atiq Ahmed Murder : જુઓ આ એ જ હત્યારાઓ છે, જેણે અતીક-અશરફની કરી પોઈન્ટ બ્લેંક હત્યા
પ્રયાગરાજ પોલીસ શનિવારે મોડી રાત્રે અતીક અહેમદ અને અશરફને મેડિકલ તપાસ માટે મોતીલાલ નેહરુ મેડિકલ કોલેજ લઈ જઈ રહી હતી. આ દરમિયાન પોલીસ ફોર્સ અતીક અહેમદ અને અશરફ સાથે હાજર હતો. પોલીસ સુરક્ષા વચ્ચે મીડિયાકર્મીઓની એક ટીમ પણ અતિક અને અશરફ સાથે ચાલી રહી હતી.
આ દરમિયાન મીડિયા અતિક અહેમદ અને અશરફ સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. મીડિયાના કેમેરા જોઈને અતિક અને અશરફ અટકી જાય છે અને વાત કરવાનો પ્રયાસ કરે છે. અતિકનો ભાઈ અશરફ મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યો છે. આ દરમિયાન સામેથી એક હુમલાખોરે અતિકના માથા પર પિસ્તોલ વડે ગોળી મારી હતી અને અતિક જમીન પર પડી જાય છે. આ પછી અશરફ કંઈ સમજી શક્યો, આ દરમિયાન હુમલાખોરોએ અશરફને પણ ગોળી મારી દીધી.
જ્યારે અતિક અને અશરફ જમીન પર પડ્યા હતા. આ પછી ત્રણ હુમલાખોરોએ અતિક અહેમદ અને અશરફ પર લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કર્યા પછી, હુમલાખોરો ધાર્મિક નારા લગાવતા આત્મસમર્પણ કરે છે. પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી છે. લગભગ એક મિનિટની આ હ્રદયદ્રાવક ઘટના દરમિયાન ઘટનાસ્થળ પર લગભગ 10 પોલીસકર્મીઓ હાજર છે. હુમલાની આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, જે મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી.
પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ કહ્યું, “અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે કંઈપણ કહેવું જલદી હશે. ધરપકડ કરાયેલા લોકોની હજુ પૂછપરછ કરવાની બાકી છે. રમિત શર્માએ જણાવ્યું કે, અતિક અને અશરફને મેડિકલ માટે લાવવામાં આવી રહ્યા છે. ત્રણ લોકો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા અને અતિક અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં અતિક અને અશરફ બંનેના મોત થયા હતા. પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા છે અને તેમની પૂછપરછ કરી રહી છે.
પોલીસે સ્થળ પરથી ત્રણ પિસ્તોલ, એક મોટરસાઇકલ, એક વીડિયો કેમેરા અને એક ન્યૂઝ ચેનલનો લોગો જપ્ત કર્યો છે. ત્રણેય હુમલાખોરો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે પોતાનું ઓળખ પત્ર પણ ગળામાં લટકાવી દીધું હતું.
પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ યુપીના તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ સાંસદ અતિક અહેમદ, તેમના ભાઈ અશરફની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 8:19 am, Sun, 16 April 23