Ahmedabad : મિત્રએ જ કરી મિત્રની હત્યા, પિતાને મારેલી થપ્પડનો બદલો લેવા કરી નાખી હત્યા

|

Sep 01, 2023 | 7:51 PM

માધવપુરામાં દધિચી બ્રિજ નજીક અબ્દુલ ઉભો હતો ત્યારે આરોપી મોહમ્મદ હનિફે તેની પાસે આવીને ઝઘડો કર્યો હતો. હનીફના પિતાને અબ્દુલે લાફો માર્યો હતો તેની અદાવત રાખીને આરોપીએ ત્રિકમના હાથાથી અબ્દુલના માથામાં ફટકા માર્યા હતા. ગંભીર રિતે ઇજાગ્રસ્ત થયેલા અબ્દુલનું મોત નીપજ્યું હતું. માધવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad : મિત્રએ જ કરી મિત્રની હત્યા, પિતાને મારેલી થપ્પડનો બદલો લેવા કરી નાખી હત્યા
Ahmedabad Crime

Follow us on

Ahmedabad : અમદાવાદમાં સતત બીજા દિવસે નજીવી બાબતમાં વધુ એક હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો છે. ફરી એક મિત્રએ જ તેના મિત્રની હત્યા કરી છે. એક સમાન્ય બાબતને કારણે બે મિત્રો વચ્ચે ઝઘડો થયો અને વાત હત્યા સુધી પહોંચી ગઈ.

આ પણ વાંચો Ahmedabad: વર્ષ 2036ની યજમાની કરી શકે છે ગુજરાત, ઓલિમ્પિક બીડ માટે સરકાર દ્વારા તડામાર તૈયારી, પ્રાઈવેટ કંપનીની કરાઈ રચના

પિતાને મારેલી થપ્પડના બદલો લેવા કરી નાખી હત્યા

માધવપુરામાં દધિચી બ્રિજ નજીક અબ્દુલ ઉભો હતો ત્યારે આરોપી મોહમ્મદ હનિફે તેની પાસે આવીને ઝઘડો કર્યો હતો. હનીફના પિતાને અબ્દુલે લાફો માર્યો હતો તેની અદાવત રાખીને આરોપીએ ત્રિકમના હાથાથી અબ્દુલના માથામાં ફટકા માર્યા હતા. ગંભીર રિતે ઇજાગ્રસ્ત થયેલા અબ્દુલનું મોત નીપજ્યું હતું. માધવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

મૃતક અબ્દુલ અને આરોપી હનીફ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

મૃતક અબ્દુલ અને આરોપી હનીફ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અબ્દુલ વિરુદ્ધ મારામારી અને પ્રોહીબિશનના 20થી વધુ ગુના નોંધાયેલા છે. જ્યારે આરોપી હનીફ વિરુદ્ધ પણ 6 ગુના નોંધાયા છે. બંન્ને માધવપુરાના રહેવાસી છે અને હિસ્ટ્રી શીટર છે. મૃતક અબ્દુલ અને હનીફ મિત્ર છે. આરોપીના પિતા સાથે કોઈ બાબતે ઝઘડો થતા અબ્દુલ થપ્પડ માર્યો હતો. તેથી પિતાનો બદલો લેવા આરોપીએ મિત્રની હત્યા કરી દીધી.

પોલીસે તપાસ શરૂ કરી

આ કેસમાં પોલીસે હનીફની ધરપકડ બાદ પૂછપરછ શરૂ કરી છે. બંન્ને ગુનેગાર હતા તેથી આ હત્યા ઝઘડાની અદાવતમાં થઈ છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ કાગડાપીઠ વિસ્તારમાં પણ સિગરેટ માટે માચિશને લઇને મિત્રએ મિત્રની હત્યા કરી હતી ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:50 pm, Fri, 1 September 23

Next Article