Ankit Gurjar Murder: કુખ્યાત ગેંગસ્ટર અંકિત ગુર્જરની દિલ્હીની તિહાડ જેલમાં હત્યા, ગેંગ વોરના કારણે આ હત્યાનું અનુમાન

|

Aug 04, 2021 | 12:45 PM

અંકિત ગુર્જર દિલ્હી અને પશ્ચિમ યુપીમાં સક્રિય હતો. ગુર્જર પર લગભગ દોઢ લાખ રૂપિયાનું ઈનામ હતું.

Ankit Gurjar Murder: કુખ્યાત ગેંગસ્ટર અંકિત ગુર્જરની દિલ્હીની તિહાડ જેલમાં હત્યા, ગેંગ વોરના કારણે આ હત્યાનું અનુમાન
Ankit Gurjar - File Photo

Follow us on

Ankit Gurjar Murder: કુખ્યાત ગેંગસ્ટર અંકિત ગુર્જર (Ankit Gurjar) ની દિલ્હીની તિહાડ (Tihar Jail) જેલમાં હત્યા (Murder) કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેંગ વોરના કારણે આ હત્યા કરવામાં આવી છે. તિહાર જેલની બેરેક નંબર ત્રણમાં અંકિત ગુર્જરનું અવસાન થયું. આ પછી જેલ પ્રશાસને આ મામલે તપાસ શરૂ કરી છે.

અંકિતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે દિલ્હીની દીનદયાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે.

સાથે જ અંકિતના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે. અંકિત ગુર્જર વિરુદ્ધ મર્જર અને MCOCA હેઠળ કેસ નોંધાયા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અંકિતની ધરપકડ કરી હતી.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગુર્જર દક્ષિણ દિલ્હીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતા હતા
અંકિત ગુર્જર દિલ્હી અને પશ્ચિમ યુપીમાં સક્રિય હતો. ગુર્જર પર લગભગ દોઢ લાખ રૂપિયાનું ઈનામ હતું. તાજેતરમાં અંકિત ગુર્જર અને રોહિત ચૌધરી (Rohit Chaudhry) એ હાથ મિલાવ્યા હતા. મળતી માહિતી મુજબ બંને ગેંગ મળીને દક્ષિણ દિલ્હી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અંકિતની ધરપકડ કરી હતી.

 

આ પણ વાંચો: Viral Video : મધ્ય પ્રદેશમાં પૂરને કારણે થયેલ તબાહીનો વિડીયો થયો વાયરલ

આ પણ વાંચો: Birthday Special: 7 નેશનલ એવોર્ડ વિજેતા, 17 વર્ષની ઉંમરે પ્રથમ ધૂન, જાણો વિશાલ ભારદ્વાજ વિશે અજાણી વાતો

Next Article