Ambani Bomb Scare: ખુલાસાથી ખળભળાટ, સ્કોર્પિયો ક્યારેય ચોરી થઈ જ નોહતી, વાઝેએ ગેરકાયદે કબજે કર્યા હતા CCTV

|

Mar 16, 2021 | 1:38 PM

Ambani Bomb Scare: મુકેશ અંબાણીનાં ઘર પાસેથી મળી આવેલી સ્કોર્પિયો કાર (Mukesh Ambani Bomb Scare case) મામલામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. NIA દ્વારા આ મામલામાં મુંબઈ પોલીસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચિન વાઝે (Sachin Waze) ની ધરપકડ કરી લીધી હતી.

Ambani Bomb Scare: ખુલાસાથી ખળભળાટ, સ્કોર્પિયો ક્યારેય ચોરી થઈ જ નોહતી, વાઝેએ ગેરકાયદે કબજે કર્યા હતા CCTV

Follow us on

Ambani Bomb Scare: મુકેશ અંબાણીનાં ઘર પાસેથી મળી આવેલી સ્કોર્પિયો કાર (Mukesh Ambani Bomb Scare case) મામલામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. NIA દ્વારા આ મામલામાં મુંબઈ પોલીસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચિન વાઝે (Sachin Waze) ની ધરપકડ કરી લીધી હતી.તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં જે દાવો કરવામાં આવતો હતો કે સ્કોર્પિયોની ચોરીની વાત જ ખોટી હતી અને આ ગાડી વાઝેના હિરાસતમાં જ હતી. NIAની તપાસમાં તેમને ખબર પડી હતી કે વાઝે એ પોતાની સોસાયટીનાં  DVR નામે એન્ટીલીયામાંથી ગેરકાયદે CCTV ફૂટેજ મેળવી લીધા હતા. હવે વાઝે એ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

NIA સૂત્રોનું માનીએ તો એન્ટીલિયામાંછી ક્યારેય સ્કોર્પિયો ગાડી ચોરી થઈ જ નોહતી. NIAને શક હતો કે વિક્રોલી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ પણ કોઈનાં દબાણ હેઠળ જ નોંધવામાં આવી હતી. એ સિવાય વાઝેએ પોતાના ઘરની બહાર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ગેરકાયદે રીતે મેળવ્યા હતા. વાઝધેઓ સોસાયટીમાં એ કહીને ફૂટેજ મેળવ્યા હતા કે આ પોલીસનાં અધિકૃત ઉપયોગ માટે છે. એ ફૂટેજને લઈને તેમે ડેમેજ પણ કરી નાખ્યા હતા જેને લઈને તપાસમાં અડચણ નાખી શકાય. વાઢેનાં સાથીનો એક પત્ર પણ મળ્યો છે કે જે તેણે સોસાયટીને ફૂટેજ મેળવવા માટે લખ્યો હતો. આ પત્રમાં લખ્યું છે કે આ ફૂટેજ એન્ટીલિયા કેસની તપાસ માટે માંગવામાં આવી રહી છે અને તેના પર વાઝેનાં સિગ્નેચર પણ છે.

સચિન વાજેનાં વકીલે લગાડ્યા આરોપ 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સચિન વાઝેને હાલમાં 25 માર્ચ સુધી NIA કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. બીજીતરફ સચિન વાઝેનાં વકીલે આરોપ લગાડ્યો છે કે કોર્ટમાં રજૂ કરતા પહેલા 12 કલાક સુધી તેને ગેરકાયદે રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પરિવાર અને વકીલને પણ મળવા નથી દેવામાં આવતા. રવિવારે કસ્ટડી લઈને સોમવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોઈને પણ ફોન કરવાની પરવાનગી નથી તેમના પરિવારને પણ અધિકૃત રીતે તેની ધરપકડ વિશે માહિતિ આપવામાં નથી આવી.

વાઝેએ CCTV ફૂટેજ નષ્ટ કરી નાખ્યા

NIAની તપાસમાં સામે આવ્યું  છે કે સચિન વાઝે દ્વારા જ તેની સોસાયટી અને આજુબાજુની સોસાયટીના CCTV કેમેરાનાં ડિજિટલ વિડિયો રેકોર્ડરને નાશ કરવાની કોશિશ કરી હતી. NIAનો આરોપ છે કે આ તમામ DVR સચિન પાસે હતા અને એમાંથી ઘણાને નુક્શાન પહોચાડવામાં આવ્યું છે. સાથે જ વાઝે પોતે એક નંબપ પ્લેટ વાળા પાસે ગયા હતા જ્યાંથી તેમણે સ્કોર્પિયો અને ઈનોવા માટે નકલી નંબર પ્લેટ બનાવડાવી હતી. સ્કોર્પિયો પર એક સ્કુટરનાં નંબરની પ્લેટ વાપરવમાં આવી છે. સચિન વાઝેનાં સહયોગી રિયાઝુદ્દીન કાઝીનાં નામથી આ ફૂટેજ મેળવવામાં આવ્યા હતા.

 

Published On - 1:37 pm, Tue, 16 March 21

Next Article