Ahmedabad : નરોડા (Naroda) જી.આઇ.ડી.સી.માં (GIDC) આવેલ એ.સી.મશીન (એરકંડીશન) ના ગોડાઉનમાંથી ચોરી કરેલ A.C.મશીન (એરકંડીશન) કુલ્ નંગ -15 જેની કિંમત 4,60,000 સાથે બે શખ્શોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ઝડપી પાડયા.આ બંને શખ્શોની 15 જેટલા એસી સાથે પકડી પાડયા છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે “બે ઇસમો પોતાના કબજામાં A.C.મશીન (એરકંડીશન) રાખી હાલમાં બન્ને જણા અમદાવાદ શહેર નરોડા ત્રણ રસ્તા પાસે સુરત લઈ જવા જાહેરમાં એ.સી.મશીનને સગેવગે કરવાના ઇરાદે અથવા કોઇ જગ્યાએ લઇ જવા ઓટો રીક્ષાની રાહ જોઇ ઉભા છે. જેઓ બન્ને ત્યાં જ હાજર છે.
આ જ માહિતીને આધારે નરોડા સુતરના કારખાના ત્રણ રસ્તા પાસે જાહેરમાંથી આરોપી સભ્યસાચી @ લીમા સન/ઓફ અમીચકુમાર પાલ ઉ.વ. 20 અને તેનો મિત્ર મેહુલ @ પિન્ટુ સ/ઓ સંતોષ મોરે, ઉ.વ.20 બંને મિત્રોની ધરપકડ કરી છે. અને તેમની પાસેથી લોઇડ કંપનીનું A.C.મશીન (એરકંડીશન) જેની કિંમત 40000 છે તેની સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને પકડાયેલ આરોપીઓની વધુ પુછપરછમાં જણાવ્યું હતું કે આરોપી સભ્યસાચી લીમા સન/ઓફ અમીયકુમાર પાલએ જણાવેલ કે, પોતે જન્મ વખતથી નીધી પ્લાસ્ટીક નરોડા ખાતે કમ્પાઉન્ડમાં બનેલ રૂમમાં રહેતો હતો અને જે મકાનની સામે નરોડા જી.આઇ. ડી.સી.માં ફેસ 1 માં આવેલ શ્રી કોર્પોરેશન નામનું ગોડાઉન આવેલ હોય જે ગોડાઉનમાં લોઇડ કંપનીના એરકન્ડીશન રાખવામાં આવતા હોય તેની ચોરી કરી હતી.
પોતાને ઘરેથી મળતી પોકેટ મની ઓછી પડતી હોય તેથી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. પોતે ગોડાઉનમાંથી A.C.ચોરી કરવાનું મન બનાવી ગતવર્ષના મેં થી નવેમ્બર મહિના સમયગાળા દરમ્યાનમાં શ્રી કોર્પોરેશનમાંથી પોતાના મિત્ર મેહુલ સંતોષકુમાર મોરેને સાથે રાખી મેહુલ મોરેના સાથ સહકારથી 15 નંગ A.C. ની ચોરી કરી હોવાની હકિકત તપાસમાં બહાર આવી હતી. બંને મિત્રોએ ચોરી કરેલા 15 જેટલા A.C.મશીન (એરકંડીશન) જેની અંદાજિત કિંમત 4,60,000 થાય છે જે પોલીસે કબજે કર્યાં છે. પોલીસ બંને આરોપીઓ પાસેથી આ મામલે વધુ કોઈ ની સંડોવણી છે કે કેમ અથવા અગાઉ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો :ગુજરાતમાં કોરોનાના નવા 09 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 67 થઈ
Ahmedabad : 5 એપ્રિલ 2022 થી સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનો શુભારંભ
Published On - 8:22 pm, Mon, 4 April 22