અમદાવાદ : નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ

|

Apr 30, 2022 | 4:42 PM

અમદાવાદની SOG ક્રાઇમની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ
Ahmedabad: Two accused arrested with 200 bottles of narcotic cough syrup

Follow us on

અમદાવાદ : રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. ત્યારે પોલીસે (Police) પણ આવા શખ્સોની સામે સખત કાર્યવાહી કરી એક બાદ એક આરોપીઓને પકડી રહી છે. ત્યારે નશાના કારોબાર (drug business)સાથે જોડાયેલા વધુ બે આરોપીઓ પોલીસે પકડી પાડયા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ પર નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપની (Cuff syrup)બોટલો હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આવી કફ સીરપ ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા. પકડાયેલા આરોપીઓનું નામ છે આરીફ બેગ મિર્ઝા અને યાસીન ઉર્ફે ઘાંચી શેખ. છેલ્લા થોડા સમયથી બહેરામપુરા અને જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોડિન કન્ટેન્ટ ધરાવતી સિરપને ડોક્ટરની પરમીશન વગર જ ગેરકાયદેસર રીતે વેચતા હતા. આ અંગે પોલીસને ચોક્કસ માહિતી મળતા પોલીસે દાણીલીમડા લાલજી પરમાર હોલના ત્રણ રસ્તા પાસેથી આ બન્ને શખ્સોને અટકાવતા તેમની પાસેથી 200 નંગ જેટલી કફ સિરપની બોટલ મળી આવી હતી.

મહત્વનું છે કે પકડાયેલા બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યુ કે છેલ્લા 6 માસથી ગેરકાયદેસર રીતે સફી નામનો વ્યક્તિ આરોપીઓને આ કફ સીરપનો જથ્થો પૂરો પાડતો હતો. જેને પગલે પોલીસે કફ સિરપની બોટલો અને રિક્ષા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જોકે પકડાયેલા આરોપીઓમાં યાસીન ઉર્ફે ઘાંચી શેખ વિરુદ્ધ અગાઉ પણ દાણીલીમડા પોલીસ સ્ટેશન હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. અને ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે બે વખત યાસીનને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તબક્કે આ કેસમાં સફી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે સફી મારફતે જ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે કફ સીરપનો વેપલો ચાલતો હતો ? કે કોઈ ડ્રગ ફાર્માસ્યુટિકલ કંપની પણ તેના ગેરકાયદેસર વેચાણ માટે જવાબદાર છે. જોકે આ તમામ સવાલોના જવાબ પોલીસ પૂછપરછના અંતે અને આરોપી સફીની ધરપકડ બાદ સામે આવી શકે તેમ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આ કેસમાં કેટલી ઊંડાણમાં ઉતરી તપાસ કરે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાંચો :Gujarat Assembly Election 2022: હાર્દિક પટેલ CM બને કે નરેશ પટેલ, પણ બનવો જોઈએ કોંગ્રેસનો- ભરતસિંહ સોલંકી, કહ્યું કે હાર્દિક પર ટિપ્પણી કરવા માટે હું અસમર્થ

આ પણ વાંચો :Surat: આપના કોર્પોરેટરો દ્વારા મસ્કતિ હોસ્પિટલમાં અવ્યવસ્થાનો આક્ષેપ, લેબોરેટરીમાં જ ઠેર-ઠેર પોપડા ખરી રહ્યા હોવાના દ્રશ્યો

Next Article