Ahmedabad : સરદાર નગરમાં અંગત અદાવતમાં આધેડની હત્યા, બે આરોપીની પોલીસે કરી ધરપકડ

|

Jan 15, 2022 | 10:00 PM

સરદારનગર વિસ્તારમાં આવેલ નહેરુનગરમાં આધેડ અર્જુન સોલંકીની 6 શખ્સો ભેગા મળી હત્યા નિપજાવી. હત્યા કરવા પાછળનું કારણ છે કે નહેરુનગરમાં રહેતા પ્રેમજી સોલંકીની એક દુકાન મૃતક અર્જુનના નાના ભાઈએ ભાડે રાખી હતી.

Ahmedabad : સરદાર નગરમાં અંગત અદાવતમાં આધેડની હત્યા, બે આરોપીની પોલીસે કરી ધરપકડ
અમદાવાદ- સરદાર નગરમાં મર્ડર ( પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

Ahmedabad : શહેરમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં હત્યા (Murder) કરાઈ હોવાની ઘટના સામે આવી છે. સરદારનગરમાં (sardar nagar) આધેડની છ લોકોએ ભેગા મળી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી આરોપી ફરાર થઇ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા (Accused)કાકા-ભત્રીજાની ધરપકડ કરી છે.

સરદારનગર વિસ્તારમાં આવેલ નહેરુનગરમાં આધેડ અર્જુન સોલંકીની 6 શખ્સો ભેગા મળી હત્યા નિપજાવી. હત્યા કરવા પાછળનું કારણ છે કે નહેરુનગરમાં રહેતા પ્રેમજી સોલંકીની એક દુકાન મૃતક અર્જુનના નાના ભાઈએ ભાડે રાખી હતી. જે દુકાન માલિક અને હત્યારા આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હતી. જેને લઈ આરોપી શિવા વાઘેલા, વિષ્ણુ વાઘેલા સહિત 6 લોકોએ ભાડે રાખેલી દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી. સાંજે ધમકી આપ્યા બાદ થોડીક વારમાં આરોપીઓ આધેડ અર્જુન સોલંકીને મૂઢ માર માર્યો. જેમાં લોખંડની પાઈપના બે ત્રણ ફટકા મારી લોહી લુહાણ કર્યા.જે બાદ આરોપીઓ દુકાનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી.

ગણતરીની કલાકોમાં આરોપી કાકા-ભત્રીજાની પોલીસે ધરપકડ કરી

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પોલીસ ગિરફતમાં આવેલા કાકા શિવા વાઘેલા અને ભત્રીજા દિલીપ વાઘેલાની સરદાર નગર પોલીસે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી કાકા-ભત્રીજાએ આધેડ અર્જુનભાઈને મૂઢમાર મારતા હતા તેવામાં આરોપી શિવા વાઘેલાનો પુત્ર કમલેશ અને વિષ્ણુ વાઘેલાએ લોંખડ પાઈપના ફટકા માર્યા હતા. જેથી આધેડ અર્જુનભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. હત્યામાં ફરાર આરોપી વિષ્ણુ વાઘેલા,મહેશ વાઘેલા,કમલેશ વાઘેલા અને અમરત વાઘેલાની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

શું છે હત્યાનું કારણ ?

આ હત્યાના કારણમાં દુકાન પડાવવા છેલ્લા 15 દિવસથી ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ હથિયાર સાથે આંતક મચાવ્યો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પરિવારે આરોપી સામે રક્ષણ માટે પોલીસ પાસે માંગ કરી. આમાંથી એક આરોપી વિરુદ્ધ અગાઉ પણ હત્યાના ગુના નોંધાયા છે. એક પરિવારે ઘરનો મોભી ખોઈ દેતા ન્યાયની માંગ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad : ઉતરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં 32મુ અંગદાન

આ પણ વાંચો : Dwarka : કોરોનાના કેસો વધતા વહીવટીતંત્ર એલર્ટ, જાહેર કર્યા આ નિયમો

Next Article