Ahmedabad: ડિજિટલ પેમેન્ટ વેપારીઓ માટે સુરક્ષિત નથી! આ ગઠિયાઓએ અનેક વેપારીઓને લગાવ્યો લાખોનો ચુનો, 2ની પોલીસે કરી ધરપકડ

|

Nov 24, 2021 | 9:32 PM

હવે ડિજિટલ પેમેન્ટ પણ વેપારીઓ માટે સુરક્ષિત નથી કારણ કે, શહેરના અનેક વેપારીઓ પાસેથી સમાન ખરીદીને પેયટીએમ મારફતે પેમેન્ટ ચૂકવનાર ગઠિયાઓએ અનેક વેપારીઓને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો છે.

Ahmedabad: ડિજિટલ પેમેન્ટ વેપારીઓ માટે સુરક્ષિત નથી! આ ગઠિયાઓએ અનેક વેપારીઓને લગાવ્યો લાખોનો ચુનો, 2ની પોલીસે કરી ધરપકડ
2 were arrested by the police

Follow us on

Ahmedabad: હવે ડિજિટલ પેમેન્ટ પણ વેપારીઓ માટે સુરક્ષિત નથી કારણ કે, શહેરના અનેક વેપારીઓ પાસેથી સમાન ખરીદીને પેયટીએમ મારફતે પેમેન્ટ ચૂકવનાર ગઠિયાઓએ અનેક વેપારીઓને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો છે. શહેરની ઝોન 2 સ્ક્વોડે આવા જ 2 ગઠિયાઓની ધરપકડ કરી છે જેમણે વેપારીઓને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હતો.

અમદાવાદ શહેર ઝોન 2 સ્ક્વોડની ગિરફતમાં ઉભેલા આસીફ શેખ અને રિઝવાન ઉર્ફે કાંટા શેખ આરોપીઓ શાંતિર ઠગબાજ છે. જેઓ શહેરની અલગ અલગ દુકાનોમાં જઈને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા હતા અને ત્યારબાદ રોકડ પેમેન્ટ ન કરીને પેયટીએમ થી ચુકવણી કરવાનું વેપારીઓને કહેતા હતા. અને સ્કેનકોડ સ્કેન કરવાનું નાટક કરીને મેન્યુઅલ ટાઈપ કરેલો મેસેજ વેપારીના મોબાઈલ પર સેન્ડ કરી દેતા હતા જેને જોઈને વેપારીઓ નાણાં આવી ગયા હોવાનું માની બેસતા હતા અને જ્યારે બેન્ક એકાઉન્ટ ચેક કરતા ત્યારે તેમના ખાતામાં રૂપિયા જમા જ નહોતા થતા.

છેતરપીંડી થયેલ 3 વેપારીઓએ પોલીસની મદદ માંગતા આરોપીઓ ઝડપાયા છે જો કે આ આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં અનેક વેપારીઓની સાથે છેતરપિંડી કરી છે. આ આરોપીઓ 5 હજાર રૂપિયાથી નાની રકમનું જ ચિટિંગ વેપારીઓ જોડે કરતા હતા જેથી વેપારીઓ આટલી નાની રકમ માટે પોલીસ સ્ટેશન જવાનું ટાળે અને પોલીસ ફરિયાદ ન થાય. મોટા ભાગના વેપારીઓએ આવી છેતરપીંડી થઈ હોવા છતાં પણ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. જેને કારણે ઝોન 2 પોલીસ દ્વારા આવી રીતે છેતરાયેલા વેપારીઓને પોલીસ ફરિયાદ કરવા માટે આગળ આવવા માટે સૂચન કર્યું છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આરોપીઓ ખાસ ભણેલા નથી તેમછતાં ટેકનોલોજીના ઉપયોગથી વેપારીઓને ચુનો લગાવતા હતા ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડીજીટલ ટ્રાન્ઝેક્શન કરતા વેપારીઓને આવા ચિટિંગથી બચવા દરેક ટ્રાન્ઝેક્શન પછી બેન્ક બેલેન્સ ચેક કરી લેવા સૂચન કરાયું છે.

 

આ પણ વાંચો: UPSC Success Story: એન્જિનિયરિંગ પછી અનુપમાએ શરૂ કરી UPSCની તૈયારી, બીજા પ્રયાસમાં બની IAS ઓફિસર

આ પણ વાંચો: BOB Recruitment 2021: બેંકમાં નોકરી માટે મળી રહી છે તક, જાણો વેકેન્સીની સંપૂર્ણ માહિતી

Published On - 9:21 pm, Wed, 24 November 21

Next Article