અમદાવાદ (Ahmedabad)ના સાબરમતીમાં રેલવે કર્મચારીની હત્યા કેસમાં સાબરમતી પોલીસે (Sabarmati Police) બાતમીના આધારે આરોપી (Accused)ની ધરપકડ કરી લીધી છે. મકાનના ભાડાને લઈને થયેલા ઝઘડાની અદાવત રાખીને આ હત્યા કરાઈ હોવાનું ખુલ્યુ છે. હાલ આ હત્યા કેસની તપાસ STSC સેલને સોંપવામાં આવી છે. સમગ્ર કેસને લઇને આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપી સત્યેન્દ્ર સિંહ ઉર્ફે મોનું યાદવએ ભાડું નહિ ચૂકવવા મકાન માલિકની હત્યા કરી દીધી હતી. જે કેસમાં હાલ તે પોલીસ કસ્ટડીની હવા ખાઇ રહ્યો છે. માત્ર રૂપિયા 3 હજારના ભાડાના ઝઘડાએ લઇને આ ખૂની ખેલ ખેલાયો હતો.
ચાંદખેડા ગ્રીન પાર્ક વિભાગ-2 માં આવેલ શ્રવણ મહાવીર સોસાયટીમાં રહેતા અમીતકુમારે મકાનનુ ભાંડુ નહિ આપતા આરોપી સત્યેન્દ્રસિંહને ઠપકો આપીને મકાન ખાલી કરાવ્યુ હતુ. આ મકાનના ભાડાને લઈને થયેલી તકરારની અદાવત રાખીને મકાન માલિકને ભાડુઆતે જ સોસાયટીની બહાર આવેલા ખુલ્લા ખેતરમાં લઇ જઇને બોથડ પદાર્થના ઘા ઝીંક્યા હતા અને મોઢાના ભાગે તેમજ ગુપ્ત ભાગે ઇજા પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે સાબરમતી પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે.
મૃતક અમિતકુમાર સત્યાર્થી રેલવેના સ્ટોરમાં ઓએસ તરીકે નોકરી કરતા હતા અને પરિવાર સાથે શ્રવણ મહાવીર સોસાયટીમાં રહેતા હતા. અઢી માસ પહેલા અમિત કુમારે તેમના મિત્ર બાબુસિંગ યાદવની ઓળખણથી આરોપી સત્યેન્દ્ર સિંહ ઉર્ફે મોનું યાદવને મકાન ભાડે આપ્યું હતું. જેનું દર મહિને રૂપિયા 3 હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાબતે મૃતક અને આરોપી વચ્ચે મકાનના ભાડા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
બાદમાં સવારે પાડોશીએ આવીને મૃતકની પત્નીને જાણ કરી હતી કે સોસાયટીની સામે આવેલા ખુલ્લા ખેતરમાં ક્રિકેટ રમવાની પીચ પર અમિત કુમાર જેવા વ્યક્તિનો મૃતદેહ પડયો છે. જ્યારે તેઓની પત્નીએ ઘટના સ્થળે જઈને જોયું તો અમીતકુમારની હત્યા કરેલો મૃતદેહ જોવા મળ્યો હતો. આરોપી હત્યા કરીને ફરાર થઈ જતા પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે..
સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ કેસમા આરોપીની ધરપકડ કરી છે. આરોપી હત્યા કરીને કયા ફરાર થયો હતો અને હત્યા પાછળ ફકત ભાડાની અદાવત હતી કે અન્ય કોઈ કારણ છે. તેને લઈને એસટીએસસી સેલને તપાસ સોપાતા પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-