Ahmedabad: SOG ક્રાઈમે સાબરમતી વિસ્તારમાંથી ડિગ્રી વિનાના નકલી ડોકટરની કરી ધરપકડ

|

Jun 10, 2021 | 12:08 AM

આરોપી ડોકટર બનીને ઈલાજના નામે દર્દીના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં પણ અનેક નકલી ડોકટર ઝડપાયા છે.

Ahmedabad: SOG ક્રાઈમે સાબરમતી વિસ્તારમાંથી ડિગ્રી વિનાના નકલી ડોકટરની કરી ધરપકડ
નકલી ડોક્ટર કુશલસિંહ રાઠોડ

Follow us on

Ahmedabad: સાબરમતી (Sabarmati)વિસ્તારમાં મેડીકલ ડીગ્રી વગર દવાખાનું ચલાવતા નકલી ડોકટર (Bogus Doctor)ની એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી ડોકટર બનીને ઈલાજના નામે દર્દીના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં પણ અનેક નકલી ડોકટર ઝડપાયા છે. કુશલસિંહ રાઠોડ (Kushalsinh Rathor)નામનો આ નકલી ડોકટર સાબરમતીમાં મોટેરા સ્ટેડીયમ નજીક દવાખાનું ખોલીને લોકોના ઈલાજ કરતો હતો.

મેડીકલ ડિગ્રી નહીં હોવા છતા મેડીકલ સાધનો અને એલોપેથીક દવાઓ રાખીને ઈલાજ કરતો હતો. એસઓજી ક્રાઈમને બાતમી મળતા કુશલસિંહના કલીનીકમાં રેડ કરીને તપાસ કરતા તેનો ભાંડો ફુટી ગયો. એસઓજીએ બોગસ ડોકટરની ધરપકડ કરીને સાબરમતી પોલીસને સોંપ્યો. આ નકલી ડોકટક મોટેરા સ્ટેડિયમ પાસેના ભક્તિનગર વિસ્તારમાં દુકાન ભાડે રાખી દવાખાનું ચલાવતો હતો. કુશલ જગતસિંહ રાઠોડ નવા વાડજનો રહેવાસી છે.

આરોપી મેડીકલની કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોને દવા આપતો હતો. એસઓજી અને હેલ્થ ઓફિસરે સંયુકત ઓપરેશન દ્વારા આ નકલી ડોકટરને ઝડપી લીધો છે. પોલીસે નકલી ડોકટર કુણાલસિંહ રાઠોડની ધરપકડ કરી છે. આ નકલી ડોકટર કેટલા સમયથી આ દવાખાનું ચલાવતો હતો અને તે દવાઓ કયાંથી લાવતો હતો અને અન્ય કોઈ વ્યકિતની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પોલીસે પુછપરછ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ પણ વાંચો: Vaccination: દેશમાં કોરોના વેક્સિન મુદ્દે વિપક્ષી રાજ્યોની નખરાબાજી ઘાતક

Next Article