અમદાવાદ: તહેવારોમાં ચોરોથી સાવધાન રહેવા પોલીસે બેનર લગાવી લોકોને જાગૃત કર્યા

|

Oct 28, 2022 | 5:21 PM

Ahmedabad: દિવાળી દરમિયાન ચોરીના બનાવો વધી જતા હોય છે. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં ઘરો બંધ હોવાથી ચોરો આવા ઘરને નિશાન બનાવતા હોય છે. આવા ચોરીના બનાવ અટકાવવા શહેરમાં રામોલ વિસ્તારમાં પોલીસે બેનર લગાવી લોકોને ચોરોથી સાવધ રહેવા જાગૃત કર્યા હતા.

અમદાવાદ: તહેવારોમાં ચોરોથી સાવધાન રહેવા પોલીસે બેનર લગાવી લોકોને જાગૃત કર્યા
રામોલ પોલીસે લગાવ્યા બેનર

Follow us on

તહેવારો આવતા જ તસ્કરો પણ સક્રિય થઈ જતા હોય છે. અમદાવાદમાં રામોલ પોલીસે બેનર લગાવી લોકોને જાગૃત કર્યા. સ્થાનિક રહેવાસીઓએ પણ પોલીસની મદદે આવી ચોરીના બનાવો અટકાવવા નવતર અભિયાન શરૂ કર્યુ. જેમા સ્થાનિક આગેવાનો સોસાયટી બહાર બેનર સાથે ઉભા રહી લોકોને જાગૃત કરતા જોવા મળ્યા અને ચોર ટોળકી પર નજર રાખવા પોતે જવાબદારી સ્વીકારી છે.

દિવાળીના તહેવારો દરમિયાન લોકો ફરવા માટે બહાર નીકળી જતા હોવાથી ચોર ટોળકીઓ વધુ સક્રિય થઈ જાય છે. દિવાળીના તહેવારો હોવાથી ઘરમાં સોના-ચાદી અને રોકડ પણ વધી જતા હોવાથી ચોરોને જાણે સિઝન શરૂ થતી હોય તેવો માહોલ હોય છે. આથી જ આ તહેવારો દરમિયાન શહેર પોલીસ વિવિધ રીતે લોકોને ચોરોથી સાવધ રહેવા જાગૃત કરતી રહે છે અને ચોરીના બનાવો અટકાવવા પ્રયત્નો કરતા હોય છે. પોલીસની સાથોસાથ સ્થાનિકો પણ સાવધાની રાખી રહ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા બંધ મકાનનું ધ્યાન રાખી રહ્યા છે સાથે જ મોડી રાત સુધી સોસાયટી બહાર પહેરો લગાવી રહ્યા છે. જેને લઈ તહેવારમાં એક પણ ઘરફોડ ચોરીનો બનાવ નથી બન્યો પરંતુ દિવાળીનું વેકેશન હોવાથી લોકો બહારગામ ગયા છે જે બંધ મકાનોનું ધ્યાન સોસાયટીના રહીશો ઉઠાવી રહ્યા છે.

રામોલ વિસ્તારમાં આવેલી 260 સોસાયટીમાં પોલીસે એક ગ્રુપ બનાવ્યું છે. જેમાં દરેક સોસાયટીમાં એક સ્થાનિકની ટીમ તૈયાર કરી છે. જે રાત્રે ચોર ટોળકી પર નજર રાખવાની જવાબદારી સોંપી છે. ચૂંટણી અને મંત્રીઓની મુલાકાતમાં વ્યસ્ત પોલીસે ચોર ટોળકીથી સાવચેત રહેવા આ અભિયાન શરૂ કર્યું. જેનાથી લોકોની મિલકત તો સલામત જોવા મળી રહી છે અને લોકોમાં પણ ખૂબ જાગૃતતા જોવા મળી છે. ચોરીના બનાવ ન બને માટે સ્થાનિક રહીશો પોલીસની ફરજ બજાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ રામોલ પોલીસની ગાડી પણ આખી રાત રાઉન્ડ ધ કલોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મોડી રાત્રે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરે છે. જેથી પોલીસની ગાડી ત્યાંની જ સોસાયટીમાં પેટ્રોલિંગ કરે છે. આમ રહીશોને પોલીસની ફરજ બજાવવાની અપીલ કરી હતી. જે રહીશો ખૂબ સારી રીતે ફરજ નિભાવી રહ્યા છે. આ પ્રકારે તમામ વિસ્તારોમાં રહીશો સતર્ક થાય તો ચોરી જેવા કોઈ ગંભીર બનાવો થતા અટકી શકે છે.

Next Article