Ahmedabad : ST બસના ડ્રાઇવર-કંડક્ટરની વાસણા પોલીસે ધરપકડ કરી, કારણ જાણી તમે પણ ચોંકી જશો

|

Mar 21, 2022 | 11:01 PM

ઝાલોદ-ટંકારા એસટી બસ શનિવારના રોજ અમદાવાદ આવી. ત્યારે એસટી બસનો ડ્રાઇવર ફૂલ સ્પીડમાં બસ હંકારી રહ્યો હતો. જેથી મુસાફરો બસ ઉભી રાખવાનું કહેતા બસ ઉભી રાખી અને મુસાફરો વાસણામાં ઉતરી ગયા હતા.

Ahmedabad : ST બસના ડ્રાઇવર-કંડક્ટરની વાસણા પોલીસે ધરપકડ કરી, કારણ જાણી તમે પણ ચોંકી જશો
Ahmedabad: Police arrested the driver-conductor of ST bus Vasana

Follow us on

Ahmedabad : મુસાફરો જીવ જોખમમાં નાખનાર (ST)એસટી બસનો ડ્રાઇવર- કંડકટરની (Driver-conductor) વાસણા પોલીસે (POLICE) ધરપકડ કરી છે. સલામત સવારી કરાવતી એસટી બસનો ડ્રાઇવર – કંડકટર દારૂ પી બસ પુરઝડપે ચલાવતો હતો. જેથી બસ રોકી મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા અને પોલીસ તપાસ કરતા બસમાંથી દારૂની 6 બોટલ મળી આવી. પણ બસ મૂકીને ડ્રાઇવર – કંડકટર ભાગી ગયા હતા. પોલીસે બન્નેની ધરપકડ કરી પૂછતાં પોતાના માટે દારૂ પીવા લાવ્યા હોવાની કબૂલાત કરી.

ઝાલોદ-ટંકારા એસટી બસ શનિવારના રોજ અમદાવાદ આવી. ત્યારે એસટી બસનો ડ્રાઇવર ફૂલ સ્પીડમાં બસ હંકારી રહ્યો હતો. જેથી મુસાફરો બસ ઉભી રાખવાનું કહેતા બસ ઉભી રાખી અને મુસાફરો વાસણામાં ઉતરી ગયા હતા. તેવામાં એક મુસાફરે પોલીસ કંટ્રોલમાં જાણ કરી અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. જો કે બસનો ડ્રાઇવર- કંડકટર ભાંગી ગયા અને પોલીસે બસમાં તપાસ કરતા 6 જેટલી 37 હજાર રૂપિયા કિંમતની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ત્યાર બાદ વાસણા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ગુનો નોંધી આરોપી તપાસ કરતા બસના ડ્રાઇવર-કંડકટરની ધરપકડ કરી.

એસટી બસ ચાલક રાજેશ રાઠોડ અને કંડકટર માના ખાટાની પુછપરછ કરતા કબૂલાત કરી છે કે મધ્યપ્રદેશ બોર્ડરથી પોતાના માટે દારૂ પીવા માટે બોટલ ખરીદીને લીધી હતી. જો કે દારૂ પીને બસ ઝાલોરથી અમદાવાદ સુધી લાવ્યા હોવાની કબૂલાત કરી છે. જો કે બસમાં 10 જેટલા મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો જીવ જોખમમાં નાખી બસ ચાલક પુર ઝડપે ગફલતપૂર્વક બસ હકારી હતી. વાસણા પોલીસે બન્નેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.અને તપાસ શરૂ કરી છે કે કેટલી વખત દારૂની આ રીતે હેરાફેરી કરી ચુક્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો : Mehsana : ONGC અને યંગ સીટીઝન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે કસલપુરા ગામે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું, ચીની રાજદૂતે કહ્યું- તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ બદલ આભાર

 

Next Article