Ahmedabad: પોલીસે કીર્તિ પટેલની કરી ધરપકડ, મહિલાને બદનામ કરવા બીભત્સ ફોટો કર્યા હતા વાયરલ

|

May 03, 2022 | 6:36 PM

Ahmedabad: વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ (kirti patel) પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે તેની ધરપકડ કરી છે.

Ahmedabad: પોલીસે કીર્તિ પટેલની કરી ધરપકડ, મહિલાને બદનામ કરવા બીભત્સ ફોટો કર્યા હતા વાયરલ
Police arrested Kirti Patel

Follow us on

Ahmedabad: વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ (kirti patel) પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે તેની ધરપકડ કરી છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.

વસ્ત્રાપુર પોલીસની ગિરફતમાં દેખાતી આ યુવતીની મૂળ સુરેન્દ્રનગરની અને સોશિયલ મીડિયા પર હમેશા પોસ્ટ કરીને અન્ય લોકો વિશે વિવાદિત નિવેદન કરનારી કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. બે મહિના અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કર્યા હતા. જે બાદ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ અને ભારત ભરવાડ સામે ગુનો નોંધાતા કીર્તિ પટેલ પોતે પોલીસ સમક્ષ હાજર થઈ છે.

આરોપી કીર્તિ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપ નકારી આ તમામ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. અને કહ્યું હતું કે, ફરિયાદી અને હું મિત્રો હતા. પરતું આ મારા પર લગાવેલા તમામ આક્ષેપ ખોટા હોવાનું રટણ રટી રહી હતી. જો કે, ઝડપાયેલી કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને અગાઉ થયેલ સેટેલાઈટના ગુનામાં બાબતે ધમકી આપતા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

મહત્વનું છે કે આરોપી કીર્તિ પટેલ સામે અગાઉ સુરતમાં હત્યાના પ્રયાસ સહિત અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયા હતા જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સુરતમાં ન પ્રવેશવાની શરતે જામીન પર છુટેલી કીર્તિ પટેલ કાયદાને ખિસ્સામાં રાખીને બેફામ વાણી વિલાસ કરતી રહે છે. ત્યારે વસ્ત્રાપુર પોલીસ દ્વારા આરોપી કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સામેલ અમદાવાદના ભરત ભરવાડ નામના આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Published On - 6:36 pm, Tue, 3 May 22

Next Article