Ahmedabad : હ્યુમન ટ્રાફિકિંગના પ્રયાસના ગુનામાં વધુ એકની ધરપકડ

|

Aug 09, 2021 | 11:07 PM

ચાંદખેડાના હ્યુમન ટ્રાફિકિંગના પ્રયાસના ગુનામાં મુખ્ય આરોપી પ્રશાંત કાંબલેની ધરપકડ બાદ અમિત શર્માની પણ ધરપકડ કરી છે.

Ahmedabad : હ્યુમન ટ્રાફિકિંગના પ્રયાસના ગુનામાં વધુ એકની ધરપકડ
file photo

Follow us on

Ahmedabad : ચાંદખેડાના હ્યુમન ટ્રાફિકિંગના પ્રયાસના ગુનામાં મુખ્ય આરોપી પ્રશાંત કાંબલેની ધરપકડ બાદ અમિત શર્માની પણ ધરપકડ કરી છે. જોકે આરોપીઓ પોલીસને ગોળ ગોળ વાતો કરી ગુમરાહ કરી રહ્યા હોવાથી ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસએ તપાસ શરૂ કરી છે.

હ્યુમન ટ્રાફિકિંગના ગુનામા ચાંદખેડા પોલીસને વધુ એક સફળતા મળી છે. ચાંદખેડા પોલીસે પુનાના રહેવાસી પ્રશાંત કાંબલે અને બિંદુ શર્માના પતિ અમિત શર્માની ધરપકડ કરી છે. જોકે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રશાંત અને બિંદુ બંને એ અગાઉ તેમનું બાળક દત્તક આપેલ છે. આ બાળક તેમનું જ હતું કે અન્ય કોઈનું તે અંગે પોલીસએ તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી બિંદુ શર્મા અને પ્રશાંત કાંબલે વર્ષ 2018થી એકબીજાના સંપર્કમાં હતા. ત્યારે પણ બિંદુએ એક માસનું દીકરીને વેચવાની વાત પ્રશાંત કાંબલે કરી હતી. જે એક માસની દીકરીનો ફોટો પણ પ્રશાંત કાંબલે મોકલ્યો હતો. જોકે પ્રશાંતએ તેનું બાળક દત્તક આપવા માટેની જાહેરાત એક વેબસાઈટ પર મૂકી હતી. અને ત્યારબાદ બંને સંપર્કમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચાંદખેડામાં દાખલ થયેલ ગુનામાં બાળકીને રૂપિયા એક લાખમાં દત્તક આપવાની નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં વિનોદને કેટલા રૂપિયા કમિશન મળવાનું હતું. તે અંગે પણ પોલીસએ તપાસ હાથ ધરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહત્વનુ છે કે પ્રશાંત કાંબલે પાસેથી પોલીસે તેના બન્ને મોબાઈલ કબ્જે કર્યા છે. જેના આધારે અન્ય કોઈ ગુનાને અજામ આપ્યો છે કેમ ઉપરાંત હ્યુમન ટ્રાફિકીંગના અન્ય ગુનાની પોલીસ તપાસ કરી શકે છે. ત્યારે જોવુ એ રહ્યુ કે બે આરોપીની ધરપકડ બાદ હ્યુમન ટ્રાફિકીંગના ગુનામાં વધુ શું ખુલાસા થાય છે.

 

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: રાહુલ ગાંધી શ્રીનગરના બે દિવસીય પ્રવાસ પર, મંગળવારે કરશે કોંગ્રેસ મુખ્યાલયનું ઉદ્ઘાટન

આ પણ વાંચો : junagadh : નીરજ નામ ધરાવતા પ્રવાસી માણી શકશે ગિરનાર રોપ-વેની મફત સવારી

Next Article