AHMEDABAD : નરોડામાંથી ગુમ થયેલા યુવકની હત્યા કરી ઉજાલા સર્કલ પાસે મૃતદેહ દાટી દેવાયાની આશંકા, SDM ની હાજરીમાં થશે ખોદકામ
Ahmedabad: Missing man from Naroda suspiciously murdered near Ujala circle

AHMEDABAD : નરોડામાંથી ગુમ થયેલા યુવકની હત્યા કરી ઉજાલા સર્કલ પાસે મૃતદેહ દાટી દેવાયાની આશંકા, SDM ની હાજરીમાં થશે ખોદકામ

| Edited By: | Updated on: Aug 05, 2021 | 12:14 PM

પૈસાની લેતી-દેતી મામલે હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપીઓ એકબીજાથી પરિચિત હતા અને સમગ્ર હત્યામાં ત્રણ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

AHMEDABAD : અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકની હત્યા થઇ હોવાની તેમજ મૃતદેહને ઉજાલા સર્કલ નજીક અવાવરું જગ્યાએ દાટી દેવાયાની આશંકા સેવાઈ રહી છે. જે જગ્યાએ મૃતદેહ દાટી દેવાયાની આશંકા છે એ જગ્યાએ SDM ની હાજરીમાં ખોદકામ કરવામાં આવશે. મૃતક અવધેશસિંહ 31 જુલાઇએ નરોડા વિસ્તારમાંથી ગુમ થયા હતા. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે અવાવરૂં જગ્યાએ મૃતકનો મૃતદેહ દટાયેલો હોવાની માહિતી મળી હતી.

આ પહેલા મૃતકની રીક્ષા અંબાજી ખાતેથી મળી આવી હતી. પૈસાની લેતી-દેતી મામલે હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપીઓ એકબીજાથી પરિચિત હતા અને સમગ્ર હત્યામાં ત્રણ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે..અમદાવાદ SOG ક્રાઇમે સમગ્ર ઘટનામાં એક આરોપીની અટકાયત કરી છે.

આ પણ વાંચો : GUJARAT : સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં 380 દુકાનદારના નામ ખૂલ્યાં

આ પણ વાંચો : SURAT : ગજેરા સ્કુલ આજથી બે દિવસ બંધ રાખવા SMCનો આદેશ, નિયમ વિરુદ્ધ ધોરણ-6 થી 8ના વર્ગો શરૂ કર્યા હતા

Published on: Aug 05, 2021 12:13 PM