Ahmedabad : આફતમાં અવસર શોધતા ઓનલાઇન ઠગ થયા એક્ટિવ, રેમડેસિવિરના નામે રૂપિયા પડાવતા વ્યક્તિની ધરપકડ

|

Apr 24, 2021 | 6:56 PM

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ મેસેજ દ્વારા બીજા છ થી સાત અમદાવાદના લોકો સાથે આ જ પ્રકારનો ફ્રોડ થયો છે.

Ahmedabad : આફતમાં અવસર શોધતા ઓનલાઇન ઠગ થયા એક્ટિવ, રેમડેસિવિરના નામે રૂપિયા પડાવતા વ્યક્તિની ધરપકડ
ફાઇલ ફોટો

Follow us on

હાલ કોરોના મહામારીમાં અનેક દર્દીઓને રેમડેસીવીર (Remdesivir) ઇન્જેક્શન ની જરૂર પડી રહી છે. ત્યારે લોકોને ઇન્જેક્શન ન મળતાં આવા આફતના સમયમાં અવસર શોધતા કાળાબજારિયાઓએ હવે લોકોને ઠગવા સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. સોશિયલ મીડિયા ઉપર ઇન્જેક્શન મળી જશે તેવી પોસ્ટ મૂકી લોકો પાસે પૈસા પડાવવામાં આવી રહ્યા છે. ખોખરાના એક વ્યક્તિ સહિત શહેરના આઠેક લોકોએ આ જ રીતે ફેસબુકમાં પુટ મી ઇન ટચ (Put me in Touch Ahmedabad) પેજ ગ્રુપમાં પોસ્ટ વાંચી અને રૂપિયા આપી ઇન્જેક્શન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓને રૂપિયા આપ્યા બાદ ઇન્જેક્શન ન મળતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ટેકનીકલ એનાલીસીસથી એક આરોપી મધ્યપ્રદેશનો હોવાનું જાણીને મધ્યપ્રદેશ પોલીસ સાથે સંકલન કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરની એક કંપનીના ડાયરેક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી ડોક્ટરે રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂર હોવાનું જણાવતા તપાસ કરી પણ ઇન્જેક્શન ન મળ્યા. તેવામાં ફેસબુકમાં એક ગ્રુપમાં તેઓએ ઇન્જેક્શન મેળવવા બાબતે એક પોસ્ટ જોઈ હતી.જેમાં ઝાયડ્સ, કેડીલા, સિપ્લા જેવી ફાર્માસ્યુટિકલ કંપનીના નામથી ઇંજેક્શન મળશે તેવું લખ્યું હતું અને તેમાં એક વોટ્સએપ નંબર આપેલો હતો. જેથી તેઓએ આ નંબર ઉપર ફોન કરતાં સામેવાળી વ્યક્તિએ પોતે કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને બાદમાં ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, દર્દીનું આધારકાર્ડ અને કોરોનાનો રિપોર્ટ મોકલવા જણાવ્યું હતું.

આ વ્યક્તિ સાથે વાતચીત કરતા ઇન્જેક્શનનો ભાવ 3000 એમ છ ઇન્જેક્શનના 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓએ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યું હતું અને પૈસા તે વ્યક્તિને મોકલી આપ્યા બાદ ઇન્જેક્શન ઘરે પહોંચી જશે તેવું કહ્યું હતું. જોકે ઇન્જેક્શન ન મળતાં બાદમાં તે નંબર ઉપર ફોન કરતા નંબર બ્લોક કરી દીધો હતો. જેથી તેઓને ઇન્જેક્શન ન મળતાં તેઓએ આ અંગે પોતાના રૂપિયા ગયા હોવાથી સાયબર ક્રાઈમને જાણ કરતા પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી આરોપીનું લોકેશન મધ્યપ્રદેશના રિયા જિલ્લામાં આવતું હોવાથી મધ્યપ્રદેશ પોલીસને જરૂરી લાઇઝનીંગ કરી આપતા મધ્યપ્રદેશ પોલીસે અભિષેક ગૌતમ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ મેસેજ દ્વારા બીજા છ થી સાત અમદાવાદના લોકો સાથે આ જ પ્રકારનો ફ્રોડ થયો છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

હાલ પોલીસને જાણકારી મળી છે કે પકડાયેલા આરોપીએ અગાઉ નાના મોટા સાયબર ક્રાઇમને અંજામ આપ્યો હતો. આ અંગે મધ્યપ્રદેશમાં પણ પોલીસે ફરિયાદ નોંધી છે. પણ મહામારીમાં લોકોએ ઠગાઈથી બચવા સોશિયલ મીડિયાની આવી પોસ્ટ થી દુર રહેવું તે જ હિતાવહ છે.

Next Article