Ahmedabad : જો તમે કાર લઈને જતા હોઉં અને તમારી પાસે કોઈ આવીને કારમાં ઓઇલ લીકેજ છે કે અન્ય કોઈ કારણ દર્શાવી કાર (Car) રોકાવે તો જરા ચેતજો. કેમ કે આવી રીતે કાર રોકાવી અજાણ્યા શખ્સો તમારી કારમાંથી કિંમતી વસ્તુઓની ચોરી (Theft) કરી શકે છે. આવી જ એક ઘટનામાં ઇસનપુર પોલીસે (Isanpur POLICE)એક શખ્સને ઝડપી ગેંગનો પર્દાફાશ કર્યો છે.
ઇસનપુર પોલીસની ગિરફતમાં આવેલા શખ્સનું નામ છે શિવ ઉર્ફે રાજુ ગાયકવાડ. જેને પોલીસે કાર ચાલકોની નજર ચૂકવી ચોરી કરવાના ગુનામાં ધરપકડ કરી છે.
બે દિવસ પહેલા ઇસનપુર પોલીસ સ્ટેશન એક વ્યક્તિએ ફરિયાદ કરી કે તે મોની હોટેલ પાસે કાર લઈને પાસે થતો હતો. ત્યારે બે બાઈક સવાર તેની પાસે આવ્યા અને કારમાંથી ઓઇલ લીકેજ થાય છે તેમ કહી કારને રોકી. અને જ્યારે કારચાલક કાર રોકી ઓઇલ લીકેજ જોવા જાય ત્યારે બને શખ્સોમાંથી એક શખ્સ કારમાં 70 હજાર ભરેલ બેગ ચોરી કરી ફરાર થઇ ગયા. કાર ચાલકને તેનો ખ્યાલ આવે તે પહેલાં શખ્સો ફરાર થઇ ગયા. જે મામલે ભોગ બનનારે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ એક શખ્સને ઝડપી ગેંગનો પર્દાફાશ કરી દીધો.
શિવા ઉર્ફે રાજુ ગાયકવાડની ધરપકડ
પોલીસ ફરિયાદ મળતા ઇસનપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જેમાં ઘટનાસ્થળ અને આસપાસના cctc તેમજ અન્ય સૂત્રો મારફતે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી. જે આરોપી પકડાયા બાદ સામે આવ્યું કે આરોપી મહારાષ્ટ્રનો છે જેનું નામ શિવા ઉર્ફે રાજુ ગાયકવાડ છે. જેને ચોરી કરવા માટે 10 હજાર આપવાનું નક્કી કરાયું હતું. જે શખ્સ આ પ્રકારની ગેંગ સાથે સંકળાયેલો હોવાથી ચોર ગેંગે તેનો સંપર્ક કર્યો હતો. અને તેને ચોરીની ઘટનામાં સામેલ કર્યો હતો. જોકે પોલીસની આગળ આ ગેંગની વધુ ન ચાલી અને ગેંગનો એક શખ્સ ઝડપાઇ ગયો.
એવું પણ નથી કે શહેરમાં આવો પહેલો બનાવ હોય. એક સપ્તાહમાં ઇસનપુર પહેલા વસ્ત્રાલમાં માધવની પોળ પાસે આવો જ બનાવ બન્યો હતો. જેથી પોલીસને આશંકા છે કે તેમાં પણ આ ટોળકીની સંડોવણી હોઈ શકે. જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ ગેંગના મુખ્યસૂત્રધારને પણ પોલીસ શોધી રહી છે. જેથી શહેરમાં આવી ઘટના ન બને. ત્યારે એ પણ જરૂરી છે કે લોકો પણ આ પ્રકારની ઘટનાઓથી જાગૃત બને જેથી તેઓ ચોરીની ઘટનાનો ભોગ ન બને અને આવી ગેંગ ઝડપી પકડાઈ શકે.
આ પણ વાંચો : Surat : આમ આદમી પાર્ટીમાં ભંગાણ, કોર્પોરેટર વિપુલ મોવલિયાના સમર્થનમાં સંગઠનમાંથી કાર્યકરોના રાજીનામા
આ પણ વાંચો : અમદાવાદ : પત્ની અને પુત્રના અત્યાચારથી પિતાએ આપઘાત કર્યો, અત્યાચારની કહાની વાંચી તમે ચોંકી જશો