Ahmedabad : મિત્ર એ જ કરી મિત્રની ઘાતકી હત્યા, બે આરોપી ઝડપાયા, એક હજુ ફરાર

|

Apr 01, 2022 | 5:20 PM

હાલ પોલીસે આરોપી સલમાન અને પ્રકાશની ધરપકડ કરી છે. જ્યારે સલમાનનો ભાઈ સોહેલ પઠાણ હજુ પોલીસ ગિરફતથી દૂર છે. આરોપી સલમાનને અગાઉ તડીપાર કર્યો હતો. જે ચોરી સહિતના ગુના આચરવાની ટેવ ધરાવે છે.

Ahmedabad : મિત્ર એ જ કરી મિત્રની ઘાતકી હત્યા, બે આરોપી ઝડપાયા, એક હજુ ફરાર
Ahmedabad: Friend brutally murdered friend, two accused arrested, one still absconding

Follow us on

Ahmedabad : વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતમાં યુવકની હત્યા (Murder) કરવામાં આવી. જેમાં બે આરોપીની(Accused) પોલીસે ધરપકડ (police) કરી અને એક આરોપી હજુય ફરાર છે. આખરે કેમ નાનપણના મિત્રોએ જ મિત્રની હત્યા કરી, વાંચો આ અહેવાલમાં, ફોટોમાં દેખાતા આરોપી છે હત્યાના ગુનામાં પકડાયેલા શખ્સો. જેના નામ છે સલમાન અને પ્રકાશ વાઘેલા. આ બંને આરોપીઓએ અન્ય એક સોહેલ નામના વ્યક્તિ સાથે મળી એક યુવકને રહેંસી નાખ્યો અને મૃતકના ભાઈ પર છરીથી હુમલો પણ કરી દીધો.

આરોપી અને મૃતક તથા તેનો ઇજાગ્રસ્ત ભાઈ બાળપણના જ મિત્રો છે. હત્યાની ઘટનાની વાત કરીએ તો વસીમ રાણા વાળંદની દુકાને હાજર હતો. ત્યારે તેના મિત્ર મોઇન પઠાણ સાથે ઉભો હતો. ત્યારે ત્યાંથી સાહિલ વાહન લઈને નીકળતા ટક્કર વાગી અને બાદમાં બબાલ થતા ઇજાગ્રસ્ત વસીમ વચ્ચે પડ્યો હતો. અને બાદમાં આરોપી સાહિલ તેના ભાઈ અને અન્ય એક વ્યક્તિ સાથે આવી છરી મારતા વસીમને ઇજાઓ પહોંચી જ્યારે વચ્ચે છોડાવવા પડેલા રફીકનું મોત થયું.

હાલ પોલીસે આરોપી સલમાન અને પ્રકાશની ધરપકડ કરી છે. જ્યારે સલમાનનો ભાઈ સોહેલ પઠાણ હજુ પોલીસ ગિરફતથી દૂર છે. આરોપી સલમાનને અગાઉ તડીપાર કર્યો હતો. જે ચોરી સહિતના ગુના આચરવાની ટેવ ધરાવે છે. અને નશો કરવાની આદત હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

મૃતક તેનો ભાઈ અને બે આરોપીઓ બાળપણના મિત્રો છે. પણ અકસ્માત જેવી બાબતમાં એક યુવકનું મોત થતાં પરિવારજનો ન્યાયની માંગણી કરી પોલીસને રજુઆત કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ફરાર આરોપી ક્યારે પકડાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : ભારતની વિદેશ નીતિ કોઈની મોહતાજ નથી, અમે ભારતને કોઈપણ સામાન સપ્લાય કરવા તૈયાર છીએ : રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લવરોવ

આ પણ વાંચો : Bhavnagar : પાણીની ટાંકીઓની સારસંભાળમાં કોર્પોરેશનની બેદરકારી, હવે કાળિયાબીડ પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો