અમદાવાદ : પત્ની અને પુત્રના અત્યાચારથી પિતાએ આપઘાત કર્યો, અત્યાચારની કહાની વાંચી તમે ચોંકી જશો

|

Feb 04, 2022 | 4:07 PM

એક વિગત એવી પણ વાત સામે આવી કે પતિ પાસે પત્ની ઘરના તમામ કામ કરાવતી. જોકે તેની જાણ જગદીશના પિતાને ન હતી. પણ જ્યારે જગદીશએ તેના પિતાને તે મામલે જાણ કરી અને પતિ ઘરે આવ્યો. ત્યારે પત્નીએ દાદાને કેમ જાણ કરી કહીને પતિને લાફા માર્યા.

અમદાવાદ : પત્ની અને પુત્રના અત્યાચારથી પિતાએ આપઘાત કર્યો, અત્યાચારની કહાની વાંચી તમે ચોંકી જશો
Ahmedabad: Father commits suicide due to wife and son atrocities

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો કે જેમાં એક પત્ની અને તેના દીકરાના અત્યાચારના (Atrocities) કારણે પતિ એવા પિતાએ પોતાનું જીવન ટૂંકાવી (Suiside) દીધું. જે મામલે પિતાએ તેની પુત્રવધુ અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ કરતા એરપોર્ટ પોલીસે (Airport POLICE) વધુ તપાસ હાથ ધરી છે.

સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચેના તકરાર અને ઝઘડાઓ થતા હોય છે. તો આ પ્રકારની ઘટનામાં લાગી આવતા પત્ની ક્યારેક જીવન ટૂંકાવી દેતી હોવાની ઘટના સામે આવતી હોય છે. પણ અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં એક પત્ની અને તેના પુત્રના ત્રાસના કારણે પતિ એવા પિતાએ જીવન ટૂંકાવ્યું. જે ઘટનામાં મૃતકના પિતા અને પુત્રવધૂને સસરાએ પુત્રવધુ અને તેના પૌત્ર સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. જે ફરિયાદમાં સસરાએ પુત્રવધુ અને તેના પૌત્ર પર પુત્રને આપઘાત કરવા પ્રેરવા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે.

જેમાં મૃતકના પિતાનો આક્ષેપ છે કે પુત્રવધુ અને પૌત્ર તેમના નામે દુકાન અને મકાન કરાવવા માટે દબાણ કરતા અને પતિ પાસે વાસણ ધોવડાવવા સહિતના કામ કરાવતા. તો વધુમાં પુત્ર તેના પિતાને મળે તો કેમ મળવા ગયો તેમ કહી લાફા પણ મારતો અને ઘરથી બહાર કાંઢી મુકયા. જેથી કંટાળી પતિ જગદીશ રામસિંધાનીએ સાબરમતી નદીમાં કુદી પોતાનું જીવન ટૂંકાવ્યું. જેથી સસરાએ તેની પુત્રવધુ અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

શું હતી સમગ્ર ઘટના ?

સરદારનગરમાં રહેતા મૃતક જગદીશ રામસિંધાની અને જેની સામે પોલીસ ફરિયાદ થઈ છે તે પત્ની વિનાબેનના લગ્ન 1998 પહેલા થયા હતા. જે લગ્ન દરમિયાન તેઓને એક દિનેશ નામનો એક પુત્ર છે. જેની ઉંમર 20 વર્ષ ઉપરની છે. જેઓ અલગ રહેતા અને તેમનું જીવન સુખમય ચાલતું. પણ થોડા વર્ષથી પરિવારમાં કકળાટ શરૂ થયો. અને તેમાં 2019થી પત્ની તેના પતિ અને સસરાને મકાન અને દુકાન તેના નામે કરવાનું દબાણ કરતી. જોકે સસરાએ મકાન તેના પુત્રના નામે કર્યું. બાદમાં પણ પત્નીનો ત્રાસ યથાવત રહ્યો.

એક વિગત એવી પણ વાત સામે આવી કે પતિ પાસે પત્ની ઘરના તમામ કામ કરાવતી. જોકે તેની જાણ જગદીશના પિતાને ન હતી. પણ જ્યારે જગદીશએ તેના પિતાને તે મામલે જાણ કરી અને પતિ ઘરે આવ્યો. ત્યારે પત્નીએ દાદાને કેમ જાણ કરી કહીને પતિને લાફા માર્યા. તો પુત્રએ પણ માતાનો સાથ પૂર્યો. જે ઘટના 20 જાન્યુઆરી બની. અને તે દિવસે લાફો મારી પતિને ઘરમાંથી કાઢી મુકતા પતિ જગદીશ ઈન્દિરાબ્રિજ ગયો અને સાબરમતી નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. જે બાદ 26 જાન્યુઆરીએ મૃતદેહ મળી આવ્યો. જે બાદ મૃતકના પિતાના આક્ષેપ અને એક રેકોર્ડિંગ સાથે તેઓએ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પુત્રવધુ અને પૌત્ર સામે ફરિયાદ કરતા પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં તો સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે એક પિતાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. તો પોલીસે પુત્રવધુ અને પૌત્રને પણ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. જે ઘટનામાં આરોપીઓ ક્યારે પકડાય છે તે જોવું રહ્યું પણ. આ એક ઘટનાને લઈને એક વ્યક્તિએ તેનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : Valsad: કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા દ્રશ્યો, DJના તાલે હજારોની સંખ્યામાં લોકોએ લગાવ્યા ઠુમકા, સ્થાનિક પોલીસ પર સવાલ ઉઠાવતો વીડ્યો વાયરલ

આ પણ વાંચો : જામનગરઃ મનપામાં કર્મચારી અને અધિકારીઓની ઘટ, ખાલી જગ્યાઓમાં ભરતી કરવા વિપક્ષની માગ

Published On - 4:05 pm, Fri, 4 February 22

Next Article