Ahmedabad: આ કારણે ગુજરાત યુનિવર્સિટીના નિવૃત પ્રોફેસરે પોતાની પત્ની સાથે ગળે ફાંસો ખાઈને કર્યા આપઘાત

|

Sep 23, 2021 | 5:29 PM

સેટેલાઇટમાં વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં વૃદ્ધ દંપતિએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા આ દંપતીએ સ્યુસાઈડ નોટ લખી હતી.

Ahmedabad: આ કારણે ગુજરાત યુનિવર્સિટીના નિવૃત પ્રોફેસરે પોતાની પત્ની સાથે ગળે ફાંસો ખાઈને કર્યા આપઘાત
a retired professor of Gujarat University committed suicide

Follow us on

Ahmedabad: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં બીમારીથી કંટાળીને ગુજરાત યુનિવર્સિટીના નિવૃત પ્રોફેસરે પોતાની પત્ની સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. વૃદ્ધ દંપતીએ સુઈસાઈડ નોટમાં બીમારીની પીડા વ્યક્ત કરી હતી. હાલ સેટેલાઇટ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી.

સેટેલાઇટમાં વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં વૃદ્ધ દંપતિએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા આ દંપતીએ સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં તેમણે જણાવ્યું કે, તેઓ બીમારીથી કંટાળી ગયેલા હતા અને ઘણી બધી દવાઓ કરી ઘણા બધા યોગ પણ કર્યા તેમ છતાંય તેમની શારીરિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી.

જેથી આખરે કંટાળીને તેઓ મોતને વ્હાલું કરી રહ્યા છે આ શબ્દો છે આપઘાત કરનાર 80 વર્ષીય યોગેન્દ્ર વ્યાસ અને તેમની પત્ની અંજનાબેન ના. યોગેન્દ્ર ભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને તેમના પત્ની અંજના વ્યાસ પણ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. જેથી બન્ને વૃદ્ધ પતિ પત્નીએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મૃતક યોગેન્દ્રભાઈ વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાંથી નિવૃત્ત પ્રોફેસર હતા અને નિવૃત્તિ બાદ પત્ની અંજનાબેન અને પુત્ર સાથે રહેતા હતા. તેમનો પુત્ર ડોકટર હતો આર્થિક રીતે સુખી આ દંપતી દોઢ વર્ષ પહેલાં જ માણેકબાગ વિસ્તારમાં રહેવા ગયા હતા. પરંતુ આ વૃદ્ધ દંપતી ગંભીર બીમારીથી પીડાતા હતા.

અનેક ઈલાજ બાદ પણ તેમની તકલીફ દૂર ન થતા આ દંપતીએ આપઘાત કરવાનો અંતિમ નિર્ણય લીધો હતો. અને દીકરાના ઘરેથી મોડી રાત્રે જુના ઘરે આવ્યા. બન્ને એક સાથે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પડોશમાં રહેતા એક વ્યક્તિએ ઘરની લાઈટ ચાલુ હોવાની માહિતી મૃતકના દીકરાને આપી. જેથી દીકરાએ ઘરે આવીને જોતા માતા પિતા આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યા હતા.

વૃદ્ધ દંપતીના આપઘાતથી પરિવારમાં આઘાત અને શોક ફેલાયો છે. સેટેલાઇટ પોલીસે આપઘાત મામલે અકસ્માત મોત નોંધીને પરિવારના નિવેદન લઈને વધુ તપાસ શરૂ કરી છે.

 

પોરબંદર: દરિયામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલ 7 ઈરાનીઓની પુછપરછમાં થયો મોટો ખુલાસો

પોરબંદર દરિયામાંથી પકડાયેલ 7 ઈરાનીઓની પુછપરછમાં વધું એક મોટો ખુલાસો થયો છે. જેમાંથી એક ઈરાની દોઢ વર્ષમાં 5 દેશોમાં અલગ અલગ સમયે 1 હજાર કિલોથી વધું ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી ભારતમાં પણ અગાઉ એક આરોપી મુલાકાત કરી હોવાનું સામે આવતાં જ ગુજરાત એટીએસ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: મક્કમ માતાએ દીકરાને જેલમાં મોકલવા અને પાઠ ભણાવવા સુનાવણી દરમિયાન જામીન અરજી પાછી ખેંચી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

Next Article