Ahmedabad: બુટલેગરોએ નરોડામાં પોલીસકર્મીઓને માર માર્યાના કિસ્સામાં 15 લોકો સામે નોંધાઈ ફરિયાદ

|

Jan 28, 2022 | 2:25 PM

આરોપી પક્ષ વકીલે આક્ષેપ કર્યા છે કે નરોડા પોલીસ સિવાયના પોલીસકર્મીઓ ઘરમાં ઘુસી અસભ્ય વર્તન કર્યું હતું. જેને લઈ પોલીસ કમિશનરને રજુઆત કરીશું. જોકે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અમદાવાદ (Ahmedabad)ના નરોડા વિસ્તારમાં પોલીસ કર્મચારી (Police Officers) પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસ કર્મચારીઓ પર હુમલો થઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસ પર હુમલો કરનારા બુટલેગર અનિલ સોલંકી, સંજય સોલંકી સહિત 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ (Complaint registered) છે. તેમજ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

હાલમાં નરોડા પોલીસ ડી સ્ટાફમાં સુરેશભાઇ ફરજ બજાવે છે. નરોડા પોલીસને એક ગુનેગારની માહિતી મળી હતી. જેને પકડવા માટે સુરેશભાઇ સહિતનો સ્ટાફ નરોડામાં ગયો હતો. નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાક વિસ્તાર મુઠીયા ગામમાં હોવાની બાતમી મળતા જ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય બીજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. બાતમી વાળી સંભવિત જગ્યાએ તપાસ કરવાની હોવાથી ચારેય પોલીસ કર્મી અલગ અલગ જગ્યાએથી જઈ રહ્યા હતા. ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાક વાળી જગ્યાએ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

જોકે આરોપીએ બૂમાબૂમ કરતા તેના ત્રણ ભાઈ અને પિતા પણ હાથમાં પ્રાણઘાતક હથિયારો લઇ આવી જઈને આ નરોડા પોલીસ વાળા આપણને દારૂનો ધંધો કરવા દેતા નથી. અવાર નવાર રેડ કરીને હેરાન પરેશાન કરે છે. જેથી આજે તો આને પતાવી દો. તેમ કહીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય 10 થી 12 લોકોનું ટોળું ભેગું થઈ જઈને પોલીસને દોડાવી દોડવીને માર માર્યો હતો.

જો કે મારામારીનો વિડીયો સામે આવ્યો છે જેમાં આરોપી પક્ષ વકીલે આક્ષેપ કર્યા છે કે નરોડા પોલીસ સિવાયના પોલીસકર્મીઓ ઘરમાં ઘુસી અસભ્ય વર્તન કર્યું હતું. જેને લઈ પોલીસ કમિશનરને રજુઆત કરીશું. જોકે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને અલગ અલગ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે નરોડા પોલીસે હત્યાના પ્રયાસનો 15 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-

અમેરિકા-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા ચાર લોકો ગુજરાતના રહેવાસી, ઠંડીના કારણે થયા મોત

આ પણ વાંચો-

ધુકામાં યુવકની હત્યાનો મુદ્દો ગરમાયો, ગુહ રાજ્ય પ્રધાન ધંધુકાની મુલાકાત લેશે

Next Video