Ahmedabad : અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ, બે શખ્સો ઝડપાયા

|

Apr 24, 2022 | 7:19 PM

અમેરીકન નાગરીકોને "zoom" એપ્લીકેશન દ્વારા અમેરીકાનો નંબર ડિસ્પ્લે કરી અમેરીકાના નાગરીકોને કોલ કરી “Lending Club” નામની લોન આપનાર કંપનીમાંથી બોલતા હોવાનું જણાવતા હતા.

Ahmedabad : અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ, બે શખ્સો ઝડપાયા
Ahmedabad: Bogus call center busted for cheating American citizens

Follow us on

અમદાવાદના (Ahmedabad) ઝૂંડાલ સર્કલ નજીક શરણ પાર્કમાં ચાલતા બોગસ કોલ સેન્ટરનો (Bogas Call Center) સાઇબર ક્રાઇમ (Cyber Crime) દ્વારા પર્દાફાશ કર્યો છે. બોગસ કોલ સેન્ટર ચલાવતા આરોપી સૌરભ મહેશકુમાર વર્મા અને ટીકમ કનૈયાલાલ વૈષ્ણવ છે. આ બંને શકસો ઘરમાં જ બોગસ કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને લૂંટતા હતા. અમેરિકન નાગરિકોને કોલ કરી મોબાઈલ ડિસ્પ્લે પર અમેરિકાનો નંબર શો કરવી લેન્ડિંગ ક્લબ નામની લોન આપતી કંપનીના કર્મચારી તરીકે ઓળખાણ આપી વાત કરતા હતા. અમેરિકન નાગરિક વિશ્વાસમાં આવી જાય એટલે તેના ખાતામાં લોન જમા કરાવવા માટે સિબિલ સ્કોર ઓછો હોવાનું કહી સિબિલ સ્કોર વધારવા પૈસા આપવા પડશે અને લોન મળતાજ આ રૂપિયા ફરીથી ખાતામાં જમા થઈ જશે તેમ જણાવતા હતા. જેના માટે અમરેકામાંથી જ ઇબે, વોલમાર્ટ, ગુગલ પ્લે કાર્ડના ગિફ્ટ કાર્ડ ખરીદી કરાવતા હતા અને તેનો 16 અંકનો નંબર મેળવી પૈસા પડાવતા હતા.

કઈ રીતે અમેરિકન નાગરિકોને છેતરતા

અમેરીકન નાગરીકોને “zoom” એપ્લીકેશન દ્વારા અમેરીકાનો નંબર ડિસ્પ્લે કરી અમેરીકાના નાગરીકોને કોલ કરી “Lending Club” નામની લોન આપનાર કંપનીમાંથી બોલતા હોવાનું જણાવતા હતા. પોતાની ખોટી ઓળખ આપી લોન આપવાની વાત કરી લોન જોઇતી હોય અને તે લોન મેળવવા તૈયારી બતાવે તો તેની લોન એપ્રુવ થઇ જશે પરંતુ ક્રેડીટ સ્કોર ઓછો હોવાથી લોન સકસેસ ફુલ થતી ન હોવાનુ જણાવી નાગરિકનો સ્કોર 700 પોઇન્ટ વધારી આપવાની અને સરળતાથી લોન મેળવી આપવાની ખાત્રી આપતા હતા. ભોગ બનનાર અમેરીકન નાગરીક પાસેથી ટ્રાન્જેકશન ફિસ પેટે Ebay, Walmart, Google Play Card જેવા ગીફટ કાર્ડ ના 16 અંકનો નંબર મેળવી તે નંબર આધારે નાણાકીય પ્રોસેસ કરાવી ગીફ્ટ કાર્ડને રોકડમાં રૂપાંતરીત કરી રૂપિયા મેળવતા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા ઘરમાં જ ચાલતા બોગસ કોલ સેન્ટર પરથી લોન માટે ઇન્કવાયરી કરનાર લોકોનું લિસ્ટ, છ મોબાઇલ ફોન, લેપટોપ, વાઇફાઇ રાઉટર મળી આવ્યા છે. પોલીસની પૂછપરછમાં આરોપી અગાઉ કોલ સેન્ટરમાં કામ કરતો હતો. જ્યાંથી તેને પોતાનું બોગસ કોલ સેન્ટર શરૂ કરવાનો વિચાર આવ્યો અને છેલ્લા ત્રણ વર્ષ થી ઘરમાં જ કોલ સેન્ટર શરૂ કરી અમેરિકન નાગરિકોને લૂંટતા હતા. હાલતો પોલીસે બે આરોપીની ધરપકડ કરી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે સહિતના મુદાઓ પર તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :Rajkot : ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે મુલાકાત લીધી

આ પણ વાંચો :કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસના સિનિયર નેતાએ આપનું ઝાડું પકડયું, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આપમાં જોડાયા

Next Article