Ahmedabad: કાલુપુર, ગીતામંદિરમાં બ્લાસ્ટની ધમકીનો પત્ર લખનારની કરવામાં આવી અટકાયત, 4 શંકાસ્પદ ડિટેઇન

|

Jan 26, 2023 | 8:10 AM

ગત રોજ પોલીસને એક નનામો પત્ર પ્રાપ્ત થયો હતો જેમાં 26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી  હતી. આ પત્રને પગલે  ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. આ પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.

Ahmedabad: કાલુપુર, ગીતામંદિરમાં બ્લાસ્ટની ધમકીનો પત્ર લખનારની કરવામાં આવી અટકાયત, 4 શંકાસ્પદ ડિટેઇન

Follow us on

અમદાવાદ પોલીસને નનામો પત્ર મળ્યો હતો. જેમાં 26 જાન્યુઆરીના રોજ  કાલુપર રેલ્વે સ્ટેશન તેમજ ગીતા મંદિર એસટી સ્ટેન્ડ ખાતે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ નનામા પત્રને પગલે ગીતા મંદિર ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે પત્ર લખનાર શખ્સની અટકાયત કરી છે ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનામાં ઉત્તર પ્રદેશના બલિયાથી એક શખ્સની ધરપકડ કરી છે અને કુલ 4 શંકાસ્પદોને પણ ડિટેઇન કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  નોંધનીય છે કે પ્રજાસતાક દિવસ પહેલા જ આવી ધમકી મળતા પોલીસ બેડામાં  તપાસનો ધમધમાટ વધી ગયો હતો તેમજ ભીડભાડવાળી જગ્યાઓએ  તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

ગત રોજ પોલીસને એક નનામો પત્ર પ્રાપ્ત થયો હતો જેમાં 26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી  હતી. આ પત્રને પગલે  ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. આ પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે શહેર પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ ભીડભાડ વાળી જગ્યા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ લોકોને પણ અજાણી વસ્તુ મળે તો તેની સાવચેત રહેવા અને તરત જ પોલીસ કંટ્રોલને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજ્યમાં સઘન પોલીસ  બંદોબસ્ત

રાજ્યમાં 26મી જાન્યુઆરી 74માં પ્રજાસ્તાક પર્વની ઉજવણીને લઇને સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ઠેર ઠેર આજે  રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે ત્યારે દેશની રાજધાની દિલ્લી સહિત દરેક રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

Next Article