અમદાવાદ (Ahmedabad )શહેરમાં એક એવા કારસ્તાનનો પર્દાફાશ થયો કે જેને સાંભળીને તમે બે ચોંકી જશો. જેમાં ટૂંકા રસ્તા અપનાવી પૈસા કમાવવા મોટું કારસ્તાન કરતા હતા, આધારકાર્ડના (aadhar card) સુધારા માટે ફોર્મમાં ગેજેટ અધિકારીના સહી સિક્કા માટે કલેક્ટરની ખોટી સહીઓ (Wrong signature)કરી બનાવવા જતા પકડાઈ ગયા.
પોલીસ ગિરફતમાં આવેલા બન્ને આરોપીઓ ભેગા મળીને આધારકાર્ડના સુધારા માટે ફોર્મમાં ગેજેટ અધિકારીના સહી સિક્કા માટે કલેક્ટરની ખોટી સહીઓ કરી બનાવવા જતા પકડાઈ ગયા છે. સાબરમતીના સીટી મામલતદારે ફરિયાદ નોંધાવી છે કે આધારકાર્ડ ઓપરેટર પાસે અરુણ સોલંકી નામનો વ્યક્તિ સરનામું બદલવા માટે ફોર્મ ભરીને લાવ્યો હતો, જેમાં ADM નો સિક્કો હતો અને તેના પર કલેક્ટર સંદીપ સાગલેની સહી કરી હતી. જે બાબતે ઓપરેટરને શંકા જતા તેને આ બાબતે તપાસ કરી હતી અને કલેક્ટરના પીએને ફોર્મ બતાવ્યું હતું. જેને જોતા જ કહ્યું હતું કે, આ સહી કલેક્ટરની નથી જેથી આ ફોર્મ જેનું હતું. તે અરજદાર જશવંતસિંહને બોલાવ્યા હતા. જેને કહ્યું કે ફોર્મ મેં ભર્યું છે પરંતુ સહી સિક્કા અરુણ સોલંકીએ કરાવ્યા છે. જેથી પોલીસે બન્ને ની ધરપકડ કરી છે.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આઉટ સોરસિંગના પટાવાળા પ્રેમ ઠાકોરે તેના મિત્ર પરીક્ષિતના કહેવાથી સિક્કો મારીને ખોટી સહી કરાવી છે. સમગ્ર મામલે રાણીપ પોલીસે અરુણ સોલંકી અને પ્રેમ ઠાકોર વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને આ લોકો આવી રીતે અન્ય કોઈને પણ આવી રીતે સુધારો કરીને આપ્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
રાણીપ પોલીસે અત્યારે બે આરોપીની ધરપકડ કરી બે ફોર્મ જમા કરાવેલા સહી સિક્કા ખોટા હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આરોપીએ કેટલા ખોટા ફોર્મ પર કરી અને સિક્કા કરાવ્યા છે અને ખોટી સહીના આધારે કેટલા આધાર કાર્ડમા ફેરફાર કરાવ્યો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરત પોલીસ કમિશનર દ્વારા ગુનગારોની ઓળખ પરેડ યોજાઇ, આરોપીઓને પોલીસ કમિશનરે આપ્યા કેટલાક સૂચનો