Ahmedabad : બેન્ક કર્મચારીએ જ બેન્ક સાથે કરી લાખો રૂપિયાની ઠગાઈ, એવી તો બુદ્ધિ લગાવી કે અન્ય કર્મચારી પણ રહ્યા અંધારામાં

|

Apr 27, 2022 | 5:42 PM

એટીએમ (ATM)મશીનમાં પૈસા લોડ કરનારા બેન્કકર્મીએ માત્ર એક મહિનાના સમયગાળામાં લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Ahmedabad : બેન્ક કર્મચારીએ જ બેન્ક સાથે કરી લાખો રૂપિયાની ઠગાઈ, એવી તો બુદ્ધિ લગાવી કે અન્ય કર્મચારી પણ રહ્યા અંધારામાં
Ahmedabad: Bank employee swindled millions of rupees with the bank

Follow us on

અમદાવાદના (Ahmedabad)અમરાઇવાડી વિસ્તારમાં બેન્કમાં કામ કરતાં કર્મચારીએ જ બેંક (Bank) સાથે લાખો રૂપિયાની ઠગાઈ (Fraud) કરી હોવાની ઘટના બની છે. એટીએમ મશીનમાં પૈસા લોડ કરનારા બેન્કકર્મીએ માત્ર એક મહિનાના સમયગાળામાં લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે બેંક કર્મચારીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બેન્કનાં જ કર્મચારીએ બેન્ક સાથે જ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. અમરાઈવાડી પોલીસની ગિરફતમાં દેખાતા આ શખ્સનું નામ છે જીગ્નેશ પ્રજાપતિ. ખાનગી બેંકમાં કર્મચારી તરીકે નોકરી કરતા આ આરોપીએ બેંક સાથે જ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. સમગ્ર મામલાની વાત કરીએ તો અમરાઇવાડીના હાટકેશ્વર સર્કલ પાસે આવેલી કેનેરા બેન્કની ખોખરા બ્રાન્ચમાં જીગ્નેશ પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો હતો. આરોપીનું કામ બેંકના કેશિયર પાસેથી વાઉચર મેળવી તે રકમને બેન્કમાંથી લઈને એટીએમ મશીનમાં જમા કરાવવાનું હતું, પરંતુ આરોપીએ છેલ્લા એક દોઢ મહિનાના અરસામાં જ અલગ અલગ સમયે બેંકમાંથી પૈસા લઈ તેમાંથી અમુક જ રકમ એટીએમ મશીનમાં જમા કરાવી અંદાજે 38 લાખ 28 હજાર જેટલી રકમ પોતે લઈને છેતરપિંડી આચરતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ખોખરાની કેનેરા બ્રાન્ચના મેનેજરે થોડા સમય પહેલા બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરને ફોન કરીને એટીએમમાં પૈસા લોડ કરવામાં આવે છે, તેમાં છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર ખોખરા બ્રાંચમાં બેંકના ATM માં તપાસ કરી હતી..જે તપાસમાં બેંકકર્મી જીગ્નેશ પ્રજાપતિ જે બેંકના કેશિયર પાસેથી વાઉચરથી રોકડ મેળવી 21-2-2020થી અત્યાર સુધીના સમયગાળાનો હિસાબ તપાસતા આ સમયગાળા દરમિયાન 38 લાખ થી વધુ રૂપિયા ATMમાં લોડ જ ન કર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી અંતે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમરાઈવાડી પોલીસે આ સમગ્ર મામલે આરોપી બેંક કર્મચારીની ધરપકડ કરીને તેને આ પૈસાનું શું કર્યું તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે. આરોપી દ્વારા ATM માં ઓછી રકમ જમા કરી મેન્યુઅલ એન્ટ્રીમાં વધુ રકમ દર્શાવી માત્ર 1 મહિનામાં 38 લાખ રૂપિયાથી વધુ પૈસાની ઉચાપત કરી છે, ત્યારે આ બેંક કર્મચારીએ આ લાખો રૂપિયા કોને આપ્યા અને તેનો ઉપયોગ ક્યાં કર્યો તે દિશામાં તપાસ અમરાઈવાડી પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચો :અમદાવાદ : મહિલા શિક્ષીકા કાયદાના સકંજામાં ફસાયા, વૉટસએપમાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી

Saudi Arabia : 30 વર્ષથી ટોઈલેટમાં બની રહેલા ‘ભારતીય નાસ્તા’ પર લાગ્યો પ્રતિબંધ

Next Article