અમદાવાદના પુર્વ વિસ્તારમાં બંદૂકની અણીએ લુંટનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ કર્મચારીની હિંમતને કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તસ્વીરમાં દેખાતા મૌલિકભાઈ ગોહિલને દાદ આપવી જોઈએ કે જેઓએ લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
મૌલિકભાઈ ગોહિલ મણિનગર ખાતે આવેલી મની એક્સચેન્જની ઓફિસમાં કામ કરે છે. દેવભૂમિ કોમ્પલેક્ષ ખાતે આવેલી ઓફિસમાં તેઓ સવારના દસ વાગ્યાના સુમારે કામ કરી રહ્યા હતા. ત્યારે તેમની કચેરીમાં ૫૫ વર્ષીય શખ્સ દ્વારા બંદૂકની અણી પર લૂંટનો પ્રયાસ કર્યો હતો. સતવારા ફાયરિંગ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ફાયર ન થતા બંદુકની બટ મારી ને ઘાયલ કર્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થતા આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. જોકે આરોપી અજય ઠાકોર 55 વરસજ ધરાવતો હોવાથી અને વધુ વજન ધરાવતો હોવાથી ભાગવામાં સફળ ના રહ્યો. અને અંતે મૌલિક ગોહિલે બૂમો પડતા આસપાસ ના લોકો આવી જતા આરોપી ઝડપાઈ ગયો.
આરોપી અજય ઠાકોર ઝપાઝપી વખતે પડી જતા તેને પણ શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે સ્થાનિક લોકો એ પોલીસને જાણ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપી સારવાર બાદ પોલીસ ધરપકડ કરીને સઘન પુછ્પરછ હાથ ધરશે. સાથે જ આરોપી નું લૂંટ કરવા માટે લઇને આવેલ પિસ્ટલ ક્યાંથી લાવ્યો હતો. અને અગાઉ કોઈ આ પ્રકારે લૂંટ કરી છે કે કેમ. તેને લઇને પણ પોલીસે તપાસ કરશે.
પૂર્વ વિસ્તારમાં એક બાદ એક બનતી ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે કે આરોપીઓ અને અસામાજિક તત્વો ને પોલીસનો કોઈ ખૌફ રહ્યો જ નથી. કારણ કે શહેરના પૂર્વ વિસ્તારમાં લૂંટારુઓ અને અસામાજિક તત્વો ધોળા દિવસે પણ ગુનાને અંજામ આપતા ખચકાતા નથી. ત્યારે જોવાનું એ છે કે આ ઘટના બાદ પોલીસ કેટલી એક્શનમાં આવે છે અને પૂર્વ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ ઘટે છે કે કેમ.
Published On - 6:10 pm, Sat, 11 December 21