સરકારી નોકરીની (Government JOB) ભરતીમાં પાસ કરાવવાના બહાને રૂપિયા પડાવતી ગેંગ (Gang) મામલે નવો ખુલાસો. ગેંગનો મુખ્ય સૂત્રધાર હરેશ પ્રજાપતિ પાસેથી પોલીસે (Crime Branch) પિસ્તોલ, 12 બોરની બંદૂક સહિત કેટલાક બનાવટી દસ્તાવેજો પણ કબ્જે કર્યા. ગુજરાત સરકારની નોકરીમાં ભરતીમાં પાસ કરવાના બહાને ઉમેદવારોને લાલચ આપીને રૂપિયા પર આવતી ગેંગની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે ગેંગના મુખ્ય સૂત્રધાર હરેશ પ્રજાપતિની (Accused)પૂછપરછ કરતા ગુનામાં ઉપયોગમાં કરવામાં આવેલ અલગ અલગ શાળાના રબર સ્ટેમ્પ, પિસ્ટલ, 12 બોરની બંદૂક, બોર્ડની બનાવટી માર્કશીટ, બોનાફાઈડ સર્ટીફીકેટ ડોમીસાઈલ સર્ટીફીકેટ બનાવટી પોલીસ પ્રમાણપત્ર કબજે કરવામાં આવ્યા છે.
આરોપી વર્ષ 2014-15ના સમયગાળા દરમિયાન ધોરણ 10 અને 12 માં પાસ થયેલ વિદ્યાર્થીઓને પાસ કરાવી સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા મેળવી, આ ગુનામાં પકડાયેલા આરોપી મુસ્તફા લખાવાના મારફતે બનાવટી ડોક્યુમેન્ટ બનાવી, તેમાં ખોટા રબર સ્ટેમ્પ મારીને જાતે સહીઓ કરી વિદ્યાર્થીઓને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. અને કેટલાક પોતાની પાસે રાખી મૂક્યા હતા.
આરોપી મુસ્તફાએ મુખ્ય આરોપીનું બનાવટી આઈકાર્ડ સહીત અન્ય બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવ્યા હતા. જે માટે આરોપી 1 હજારથી 5 હજાર રૂપિયા લોકો પાસે પડાવતો હતો. જોકે આરોપીની (Accused) ધરપકડ બાદ વધુ નવા ખુલાસા થશે. જેને લઈ ક્રાઈમ બ્રાંચ વધુ તપાસ કરી રહી છે.
આરોપી હરેશ પ્રજાપતિએ આ હથિયાર અને ડોક્યુમેન્ટ સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્રની બાજુમાં આવેલ વૃદ્ધાશ્રમની રૂમમાં છૂપાવીને રાખ્યા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. જ્યારે પિસ્ટલ વર્ષ 2014માં કિસ્તવાર જમ્મુ-કાશ્મીરના લાઇસન્સના આધારે ખરીદી હતી. અને માર્ચ 2017 થી લાયસન્સ રીન્યુ કરાયું ન હતું. ત્યારે 12 બોરની બંદૂક વર્ષ 1997 માં અમૃતસર પંજાબના લાયસન્સના આધારે ખરીદી હતી. જેનું લાયસન્સ પણ વર્ષ 1999 રીન્યુ કરાયું ન હતું.
આરોપી પાસેથી મળી આવેલ હથિયાર લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ મુજબ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે મળી આવેલ દસ્તાવેજ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.