અમદાવાદઃ ધંધુકામાં યુવકની હત્યા કેસમાં મુખ્ય ભૂમિકા ભજવનારા જમાલપુરના મૌલવીની ધરપકડ, મુંબઇના મૌલવીની ભૂમિકા ખુલી

|

Jan 28, 2022 | 10:51 PM

અમદાવાદ જિલ્લા પોલીસવડાએ વિરેન્દ્રસિંહ યાદવના જણાવ્યા પ્રમાણે 6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકી હતી. જે બાદ તેણે માફી પણ માંગી લીધી હતી તેમ છતા આરોપીઓને સંતોષ ન હતો અને તે કિશનને સબક શીખવાડવા માંગતા હતા.

અમદાવાદઃ ધંધુકામાં યુવકની હત્યા કેસમાં મુખ્ય ભૂમિકા ભજવનારા જમાલપુરના મૌલવીની ધરપકડ, મુંબઇના મૌલવીની ભૂમિકા ખુલી
Ahmedabad: Arrest of Jamalpur Maulvi in murder case of youth in Dhandhuka

Follow us on

Ahmedabad: ધંધુકામાં (Dhandhuka) કિશન ભરવાડ હત્યા (Murder) કેસમાં જેમ જેમ પોલીસ તપાસ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ એક પછી એક મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. વિવાદીત પોસ્ટના (Controversial post)કારણે કિશનની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. અને બંને આરોપીઓના 9 દિવસના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ શરૂ કરાઈ છે. જ્યારે કે શબ્બીરને હત્યા માટે હથિયાર પુરા પાડનાર મૌલાના મોહમ્મદ ઐયુબ જાવરાવાલા ધરપકડ કરવામાં આવી છે.શબ્બીર નામનો યુવાનો આ હત્યાનો મુખ્ય કાવતરાખોર હોવાનું સામે આવ્યું છે. અને કિશનને સબક શીખવાડવો છે તેમ કહી કટ્ટરવાદી વિચારધારાવાળા શબ્બીરે ગોળી મારી હત્યા કરી.

અમદાવાદ જિલ્લા પોલીસવડાએ વિરેન્દ્રસિંહ યાદવના જણાવ્યા પ્રમાણે 6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકી હતી. જે બાદ તેણે માફી પણ માંગી લીધી હતી તેમ છતા આરોપીઓને સંતોષ ન હતો અને તે કિશનને સબક શીખવાડવા માંગતા હતા. જેથી આરોપી શબ્બીરે કિશનની હત્યાનો પ્લાન બનાવ્યો.. કટ્ટરવાદી વિચારધારા ધરાવતો શબ્બીર મુંબઈના એક મૌલવીને પણ મળ્યો હતો.આ મૌલવીએ તેને અમદાવાદમાં જમાલપુરમાં અયુબ નામના મૌલવીને મળવા કહ્યું હતું.

પોલીસ પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે, આરોપી શબ્બીર ઘટનાના પાંચ દિવસ પહેલા અમદાવાદના જમાલપુરમાં મૌલવીને મળીને આ પોસ્ટની વાત કરી હતી. અને કહ્યું હતું કે, આ ફેસબુક પર પોસ્ટ મૂકી એ મને ગમી નથી, તેને સબક શીખવાડવાનો છે. મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું..જે બાદ બંને આરોપીઓ બંદુક સાથે ધંધુકા પહોંચી ગયા હતા. જ્યાં કિશનને એકલો જોઈ શબ્બીર નામના યુવકે ફાયરિંગ કર્યું હતું. જ્યારે કે તેનો મિત્ર ઈમ્તિયાઝ બાઈક ચલાવી તેને ઘટનાસ્થળે લઈ ગયો હતો.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ તરફ ધોળકા હત્યા કેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ગુજરાત ATS પણ જોડાઈ છે. કેસમાં અમદાવાદ અને મુંબઈના મૌલવીના નામ સામે આવતા બંને તપાસ એજન્સી તપાસ તેજ કરી છે. ગુજરાત ATSએ મૌલવીની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. હત્યા કેસમાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. જેને લઇ પોલીસે શબ્બીર અને ઈમ્તિયાઝ નામના બે આરોપીની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટ કરાઇ હતી. જે બાદ વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટને વિવાદ થયો હતો. અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક કિશનની પોસ્ટ બાદ તેની હત્યાની સોપારી આપવામાં આવી હોઇ શકે છે. એટલું જ નહીં હત્યા પહેલા રેકી પણ કરવામાં આવી હોવાની પોલીસને વિગતો મળી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં ફરતી પોસ્ટની તપાસ માટે અમદાવાદ સાયબર ક્રાઇમની પણ મદદ લેવામાં આવી છે.

આ પણ વાંચો : નવસારી નગરપાલિકાનો અણઘડ વહીવટ, ઇન્ટર લિન્કિંગ તળાવની યોજના હજુ અધ્ધરતાલ

આ પણ વાંચો : નવસારી જિલ્લા પોલીસ વડાને મળી જમીન સંપાદન, જમીન વિવાદની 700 જેટલી ફરિયાદ, SITની રચના કરાઇ

Next Article